જૂનાગઢ : ભેંસાણનાં સુખપુર અને ભાટગામ ખાતે બિન કાયદેસર સાડી ધોવાના ઘાટ ફરીથી ધમધમ થતા તંત્ર ઘોરનિદ્રામાં જોવા મળી રહ્યો છે. જૂનાગઢના ભેસાણ તાલુકાના સુખપુર અને ભાટગામમાં સાડી ધોવાના કેમીકલ યુક્ત લાલ પાણી વહેતા થયા અને રસ્તા ઉપર લાલ પાણી નીકળતા રાહદારીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. આજે જયારે સરકાર વિસ્વં જળ દીવસની જાણ કરતું હોય ત્યારે તમામ તાલુકા અને ગામોમાં ચાર પાંચ દિવસે પીવાનું પાણી મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંજપુર ગામ પાસે મહીસાગરના પોલીસના દરોડા, રેત અને ખનન માફીયાઓ કરોડોના મશીન મુકી ફરાર


આવનારા દિવસોમાં પાણીની ભારી તંગી સર્જાશે તેવું સરકાર કહે છે. તો આવા સાડી ધોવાના ઘાટ કેમ બંધ નથી કરતી સરકાર જાણે છે છતાંય બિન કાયૅસર ઘાટ ઉપર કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી નથી કરતું પણ મોટા રાજકીય નેતા અને તંત્ર પણ જાણે છે કે આ કેમિકલ યુક્ત પાણીથી પશુ પક્ષી અને માલઢોરને ભારે નુકસાની થાય છે. જે લાલપાણીથી માનવ શરીરને અને માલઢોરની ચામડીને ભારે નુકસાન થાય છે. છતાંય રાજકીય આગેવાનો અને તંત્રના અધિકારીઓ આખો બંધ કરી બેઠા છે.


સત્ય પરેશાન છે પરંતુ પરાજીત નહી: ગુજરાતીઓની ચિંતા કરનારી ચેનલને આજે એક ઉદ્યોગપતિ કોર્ટમાં ઢસડી ગયો


આજુબાજુના ગામોના બોર અને વાડીમાં નવાપાણી આવતા બંધ થયા છે. આગામી દિવસોમાં ભારે ખરાબ અસર જોવા મળશે માટે માવતાના ધોરણે આગેવાનો અને વહીવટી તંત્રને અરજ છે. કોઈના માલિકીના રસ્તા ઉપર જે પાણીની લાઈનો દાટવામાં આવેછે. જે વારમ વાર તૂટી જાય છે તો ગ્રામજનોનો વિરોધ જોવા મળ્યો હતો. આ પાણીની જે બિન કાયદેસર નાખવાંમાં આવેલી લાઇન છે તે બંધ કરી દેવાની મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. મામલતદારને ગ્રામજનોની રજૂઆતો ધ્યાને લઇને કાયદેસરની કાર્યવાહી કરી સુખપુર અને ભાટગામ તેમજ સમગ્ર તાલુકામા જ્યાં જિયા સાડીના ધોલાઈ ઘાટ તોડી પાડવામાં આવે તેવી તંત્ર પાસે ગ્રામજનોએ અપેક્ષા રાખી છે. આ ઉપરાંત જીઇબીના ધોલાઈ ઘાટ ઉપર જે કોમર્ષ્યાલ કનેકશન આપવા આવ્યા છે તે ખરેખર સાચા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube