વલસાડ: 3 મહિનામાં 90 હજાર રૂપિયા કમાવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપીંડી
એક મુસ્લિમ પરિવારે મક્કા મદીનામાં મોટેલ અને ટેન્ટ તેમજ હૈદ્રાબાદમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવાના નામે આશરે 25 જેટલા લોકો પાસેથી પૈસા બમણા કરી આપવાના બહાને પૈસા ઉઘરાવી કરોડોની છેતરપિંડી કર્યાનું પ્રકાશમાં આવ્યું છે. હાલ પરિવાર આખો દેશ પલાયન કરી ચુકયો છે. વલસાડના મોટા તાઇવાડ મસ્જિદ પાસે રહેતા 44 વર્ષીય સાદ્દીકમહમદ નજમલહુશેન ઈસબના ઘરની નજીકમાં રહેતી ઝેબા મુબારક અબ્દુલ સાથીયાએ તેમને 3 વર્ષ પહેલા જણાવ્યું હતું કે, તેમની મક્કા મદીનામાં મોટેલો અને મુંબઈ હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં કન્ટ્રક્શનનો વ્યવસાય કરતી કંપનીઓ સાથે તેમનો વ્યવહાર ચાલે છે. તેમજ મક્કા મદીનામાં ટેન્ટ ભાડે રાખે છે. હજના સમયે ડબલ ભાડું વસૂલી કમાણી કરે છે. તમારે રોકાણ કરવું હોય તો રૂપિયા એક લાખથી રોકાણ કરી શકો છો. તમને માત્ર 3 માસમાં 90 હજાર કમાવવા મળશે જેવી લોભામણી લાલચો આપીને વલસાડના 23થી વધારે લોકોને ચૂનો ચોપડ્યો છે.
વલસાડ: એક મુસ્લિમ પરિવારે મક્કા મદીનામાં મોટેલ અને ટેન્ટ તેમજ હૈદ્રાબાદમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવાના નામે આશરે 25 જેટલા લોકો પાસેથી પૈસા બમણા કરી આપવાના બહાને પૈસા ઉઘરાવી કરોડોની છેતરપિંડી કર્યાનું પ્રકાશમાં આવ્યું છે. હાલ પરિવાર આખો દેશ પલાયન કરી ચુકયો છે. વલસાડના મોટા તાઇવાડ મસ્જિદ પાસે રહેતા 44 વર્ષીય સાદ્દીકમહમદ નજમલહુશેન ઈસબના ઘરની નજીકમાં રહેતી ઝેબા મુબારક અબ્દુલ સાથીયાએ તેમને 3 વર્ષ પહેલા જણાવ્યું હતું કે, તેમની મક્કા મદીનામાં મોટેલો અને મુંબઈ હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં કન્ટ્રક્શનનો વ્યવસાય કરતી કંપનીઓ સાથે તેમનો વ્યવહાર ચાલે છે. તેમજ મક્કા મદીનામાં ટેન્ટ ભાડે રાખે છે. હજના સમયે ડબલ ભાડું વસૂલી કમાણી કરે છે. તમારે રોકાણ કરવું હોય તો રૂપિયા એક લાખથી રોકાણ કરી શકો છો. તમને માત્ર 3 માસમાં 90 હજાર કમાવવા મળશે જેવી લોભામણી લાલચો આપીને વલસાડના 23થી વધારે લોકોને ચૂનો ચોપડ્યો છે.
અમદાવાદ આવી રહેલી લક્ઝરીનો ટ્રક સાથે અકસ્માત, 3નાં મોત, 15થી વધારે ઇજાગ્રસ્ત
આવી મંદીમાં લોકોને એક લાખના રોકાણ સામે 90 હજાર કમાવવાની લોભામણી સ્કીમો બતાવી હતી. અને લોકોએ જમા કરેલી રકમ તેમની સ્કીમમાં ઈન્વેસ્ટ કરી દીધા હતા. જ્યારે રોકાણકારોએ રૂપિયા પરત માગતા બહાના બતાવ્યા હતા. રૂપિયાની માંગણી કરતા આરોપી પરિવાર એક ચેક આપી દેતા હતા. ચેક જમા કરવાના સમયે બહાના બતાવ્યા કરતા હતા. અને રૂપિયા પરત માંગતા આરોપીઓ ફોન બંધ કરીને રાખતા હતા. ઘરે જઈને રૂપિયાની માંગણી કરતા તે કોઈપણ બહાનું બનાવી દેતા હતા.
આ તસવીર છે ગુજરાતના શિક્ષણતંત્ર પર તમાચો, વિગતો જાણવા કરો ક્લિક
ગાઈ કરવામાં ઝેબ મુબારક અબ્દુલ સાથીયા, પતિ મુબારક અબ્દુલ સાથીયા, પિતા મુસ્તાકમામુદ નવલા, ભાઈ તોસીફ મુસ્તાક નવલા, મુબારક અબ્દુલ લતીફ સાથિયા, અમીન અબ્દુલરહીમ મનીઆર, ઉસ્માન આસિફ નવલા અને આસિફ માહમૂદ નવલા એક બીજાની મદદગારીથી વલસાડના 23થી વધારે લોકો પાસેથી 3.44કરોડ રૂપિયા રોકાણ કરવાંના નામે લીધા હતા. તા. 30-11-2017 પછી ઝેબા તેનો પતિ મુબારક તથા પિતા મુસ્તાકભાઈ તથા ભાઈ તોસીફ જોવા મળ્યા નથી. તેઓ ઇંગ્લેન્ડ ભાગી ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube