મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં ફરી એક વખત લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે. ઉસ્માનપુરા વિસ્તારમાં રહેતો પરિવાર રક્ષાબંધનની ઉજવણી કરવા દિલ્હી ગયો અને ઘરમાં ખાતર પાડયું હતું. પંચશીલ સોસાયટીના એક મકાનમાં 20 લાખની ચોરીનો બનાવ સામે આવ્યો. જોકે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP ના દિગ્ગજ નેતાનો પૌત્ર લાખો રૂપિયાના દારૂ સાથે ઝડપાયો, ગુજરાત ભાજપમાં ખળભળાટ


શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના (મિલ્ટન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) ડાયરેક્ટરના ઘરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યો. પરિવારની ગેરહાજરીમાં રીક્ષા લઈ આવેલા તસ્કરોએ ઘરમાં બારીની ગ્રીલ તોડીને 20 લાખ રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. બનાવની વાત કરીએ તો ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ પંચશીલ સોસાયટીના બંગલો નંબર 40માં 27 ઓગસ્ટના રોજ ચોરીનો બનાવ બન્યો. પરીવાર જ્યારે રક્ષાબંધન તહેવાર નિમિતે દિલ્હી ફરવા ગયો અને ઘરમાં તસ્કરો ઘરમાં હાથ ફેરો કરી ગયા.


મહામારીમાં પણ અડીખમ સુરત : હીરા વેપારીઓએ હાથમાં આવેલી મોટી તક ઝડપી લીધી


જો કે પરિવાર જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે આ બનાવ અંગેની જાણ થતાં પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. પોલીસને ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ હાથે લાગ્યા છે. જેમાં શકમંદ લાગતા બે અજાણ્યા ઇસમો સોસાયટીમાં પ્રવેશ કરે છે. અને ગણતરીના કલાકોમાં હાથફેરો કરી અને ચોરી કરેલ મુદ્દામાલ રિક્ષામાં લઈ ફરાર થઈ જાય છે. 


ગીરના વન કર્મીઓ માટે સૌથી ચેલેન્જિંગ હોય છે આ કામ, જેનો સીધો ફાયદો પ્રવાસીઓને થાય છે


હાલ તો વાડજ પોલીસે ઘટના અંગે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસને પણ આશંકા છે કે, ચોરી કરનાર શખ્સો એરીયાથી પરિચિત હોઈ શકે છે અને કોઈ જાણભેદુ દ્વારા તમામ હકીકતો તસ્કરો સુધી પહોંચાડી હોઈ શકે છે. મહત્વનું છે કે 20 લાખ રૂપિયા રોકડ રકમની ચોરીની હાલ તો ફરિયાદ નોંધાઇ છે. ત્યારે મકાન માલિક ખુદ ઘરે આવ્યા બાદ સોનાના દાગીના ચોરી અંગેની પણ હકીકત સામે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube