સુરત: ખનિજ ચોરીમાં વધુ એક ભાજપના ધારાસભ્ય વિવાદમાં સપડાયા છે. રેતીચોરીના મામલામાં ખનીજ વિભાગે સુરતના કારંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીને 80.52 લાખનો દંડ ફટકાર્યો છે. અમદાવાદના નવાપુરમાં પ્રવિણ ઘોઘારીએ 2 લાખ હેક્ટરમાં રેતીની લીઝ રાખી રાખી છે. ત્યારે ધારાસભ્યની જમીનમાંથી ગેરકાયદે રેતી લઈ જવાતી હોવાની બાતમીના આધારે ખનિજ વિભાગે 8મી ઓગસ્ટે દરોડા પાડ્યા હતા. જેમાં ધારાસભ્યના બ્લોકમાંથી 33.966 ટન રેતી રોયલ્ટી ભર્યા વિના લઈ જવાતી હતી.


જેથી ખનિજ વિભાગે ખોદકામ કરવાનું મશીન જપ્ત કરીને રેતીચોરીનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે આજદીન સુધી ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ ખનિજ વિભાગની ઓફીસમાં કોઈ જવાબ આપ્યો નથી. આ ઉપરાંત જ્યારે ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ લીઝનો કબજો લીધો તે અગાઉની ખનન પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા નથી. તો આ અગાઉ પૂર્વ કેન્દ્રિય પ્રધાન બાબુ બોખીરિયા પણ રેતીચોરીના મામલામાં ફસાઈ ચુક્યા છે. જેમાં બાબુ બોખીરિયા પર 55 કરોડની ખનીજ ચોરીનો કેસ પણ થયો હતો.