અંબાજીમાં મિની વેકેશન : ભાદરવી પૂનમના મેળાને કારણે 45 શાળાઓમાં રજા જાહેર
Mini Vacation In Ambaji Schools : યાત્રાધામ અંબાજીમાં શરૂ થતા ભાદરવી પૂનમના મહામેળાને લઈ અંબાજી સહિત દાંતા તાલુકાની 45 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં મિની વેકેશન જાહેર કરાયું
અંબાજી :યાત્રાધામ અંબાજી હવે ભાદરવી પૂનમનો મેળો શરૂ થશે. ત્યારે ભાદરવી પૂનમના મહામેળાને લઈ અંબાજી સહિત દાંતા તાલુકાની 45 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં મિની વેકેશન જાહેર કરાયું છે. અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા હજારોની સંખ્યામાં આવતા સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા છે. આ સુરક્ષા કર્મીઓને રહેવા માટેની સુવિધાઓ પુરી પાડવા આ શાળાઓનો ઉપયોગ કરાતો હોવાથી આ શાળાઓમાં આજથી રજા પાડી દેવામાં આવી છે. તમામ શાળાઓમાં આજથી 10 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે.
આજથી 45 શાળાઓ બંધ
યાત્રાધામ અંબાજીમાં શરૂ થતા ભાદરવી પૂનમના મહામેળાને લઈ અંબાજી સહિત દાંતા તાલુકાની 45 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં મિની વેકેશન જાહેર કરાયું છે. અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળામાં સુરક્ષા સૌથી પહેલા જરૂરી છે. જે માટે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ ગોઠવવામા આવે છે. આ સુરક્ષા કર્મીઓને રહેવા માટે શૈક્ષણિક સંસ્થાઓનો ઉપયોગ કરાતો હોય છે. તેથી ભાદરવી પૂનમનો મેળો જ્યા સુધી ચાલે છે ત્યાં સુધી આ શાળાઓમાં રજા જાહેર કરી દેવાય છે. વિદ્યાર્થીઓ માટે આ એક મિની વેકેશન જેવું બની જાય છે.
આ પણ વાંચો : મૃત્યુ માટે ત્યજી દેવાયેલું 7 દિવસનું બાળક કમળો અને કિસ્મતને હરાવી મોત સામે ચમત્કારિક રીતે જંગ જીત્યું
શાળામાં 7 દિવસનું મિની વેકેશન
દાંતા તાલુકામાં મેળાના બંદોબસ્તને લઈ 45 જેટલી શાળાઓનો ઉપયોગ કરાય છે. તમામ શાળાઓમાં 3 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી શાળાઓને સૂચના અપાઈ છે. તેમજ સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા માટે વહીવટી તંત્રને સોંપી દેવા જણાવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીના પાઠવેલા પત્ર અનુસાર, આ તમામ શાળાઓમાં આજથી 10 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. એટલું જ નહિ, અંબાજીમાં ભરાતા મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા યાત્રિકો વચ્ચે વાલીઓ પણ પોતાના નાના બાળકોને શાળાએ મોકલતા નથી. જેને લઈને પણ શાળાઓમાં બંધ જેવો જ માહોલ હોય છે.
આ પણ વાંચો : સૂર્ય ઢળતા જ જ્યાં ભૂતપ્રેત આવી જાય છે, આવી જગ્યાઓ પર સૌથી વધુ પ્રવાસીઓ આવે છે, જાણો કયા છે
[[{"fid":"400942","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ambaji_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"ambaji_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ambaji_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"ambaji_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"ambaji_zee2.jpg","title":"ambaji_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
અંબાજીમાં આરતીનો સમય બદલાયો
યાત્રાધામ અંબાજી ખાતે બે દિવસ બાદ ભાદરવી પુનમનાં મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભાદરવી પુનમનો મેળો 5 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર સુધી છ દિવસ ચાલશે. આ મેળામાં આવતાં લાખ્ખો પદયાત્રીઓને શાંતી અને સરળતાથી દર્શનનો લાભ સરળતાથી મળી શકે તે માટે મેળાનાં આ છ દિવસ માટે દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શનનાં સમયમાં પણ વધારો કરાયો છે. આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળાનાં છ દિવસ સવારની આરતી 05.00 થી 05.30 સુધી થશે. સવારે દર્શન 05.30 થી 11.30 કલાક સુધી. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીનાં દર્શન સાંજે 07.30 થી રાતનાં 09.00 ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.
આ પણ વાંચો : ધોરણ-10 માં 44% લાવનાર IAS ની કહાની, PCS માં 10 વાર ફેલ થયા પણ હાર ન માની
- સવારે આરતી .... 05.00 થી 05.30
- સવારે દર્શન...... 05.30 થી 11.30
- બપોરે દર્શન..... 12.30 થી સાંજ નાં 05.00
- સાંજે આરતી .... 07.00 થી 07.30
- સાંજે દર્શન....... 07.30 થી મોડી રાતનાં 12.00 કલાક સુધી રહેશે
મા અંબા માટે ખાસ ધજા
ભાદરવો આવે એટલે ભક્તો માઁ અંબાના દર્શનની અનોખી ઘેલછા અને ભક્તિ ઉભરાઈ આવતી હોય છે. ગુજરાતના ખૂણેખૂણેથી માઇભક્તો પગપાળા ચાલીને અરવલ્લીની ગિરિમાળા પર બિરાજમાન માં અંબાના દર્શન માટે પગપાળા પહોંચતા હોય છે. ત્યારે ભક્તોમાં માઁ અંબાના ચરણોમાં અર્પણ કરવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા અનેક ચીજ વસ્તુઓ ચોક્કસ સાથે લઈ જતા હોય છે તેમાં પણ ધજાનું સવિશેષ મહત્વ જોવા મળે છે. મહેસાણાથી છેલ્લા 17 વર્ષથી એક ભક્ત મંડળ માં અંબાના દર્શન માટે પગપાળા યાત્રા સંઘ લઈને પ્રસ્થાન કરે છે. આ સંઘની એક ખાસિયત પણ રહી છે કે જેઓ સંઘમાં લઈ જવાતી ધજાની સાઈઝમાં દર વર્ષે લંબાઈમાં પણ વધારો કરતા આવ્યા છે. આ વર્ષે આ પદયાત્રીઓ 111 ફૂટ લાંબી ધજા માં અંબાના શિખર ઉપર ચડાવશે. આ ધજામાં પણ વિશેષતા જોવા મળી રહી છે.