World Smallest Hanuman Chalisa: બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી તાજેતરમાં જ રાજકોટના મહેમાન બન્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત મુલાકાત દરમિયાન સુરત, અમદાવાદ બાદ તેમનો દિવ્ય દરબાર રાજકોટમાં યોજાયો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ માટે રંગીલા રાજકોટના મહેમાન બન્યા હતા. ત્યારે તેમના માટે આ મુલાકાત યાદગાર બની હતી. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટમાં યોજાયો હતો અને અનેક ભક્તોએ તેનો લાભ લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


લોકોને પ્રેરિત કરવાનો ઉમદા પ્રયાસ;વિદ્યાર્થીઓએ બનાવી સાયકલની એક વિશાળ માનવ પ્રતિકૃતિ


સુરતમાં 112 વર્ષ જૂનું છે શેરડીનો રસ કાઢવાનું મશીન, દૂર દૂરથી લોકો આવી રહ્યા છે દિલ.


લાલ દરવાજામાં દેખાશે અયોધ્યાની ઝલક! ટર્મિનસના નિર્માણમા વપરાયા રામ મંદિર જેવા પથ્થર


રાજકોટના અનેક લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીને અલગ અલગ પ્રકારની ભેટ પણ આપી હતી. જેમાંથી એક ભેટ મેળવીને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ પ્રભાવિત થયા હતા. આ ભેટ આપી હતી રાજકોટના મીનીએચર આર્ટિસ્ટ નિકુંજ વાગડીયાએ.  નિકુંજ વાગડીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા ભેટમાં આપી હતી. નિકુંજ વાગડીયાએ રાજકોટના જાણીતા મીનીએચર આર્ટિસ્ટ છે અને તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. 


રાજકોટના નિકુંજ વાગડીયાના નામે જે રેકોર્ડ છે તે વિશ્વની સૌથી સૂક્ષ્મ હનુમાન ચાલીસા બનાવવાનો જ છે. જે હનુમાન ચાલીસા બનાવવા બદલે નિકુંજ વાગડીયાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે તે હનુમાન ચાલીસા તેણે ધીરેન્દ્ર શાસ્ત્રીને અર્પણ કરી હતી. 


રાજકોટના નિકુંજ વાગડીયાએ જે હનુમાન ચાલીસા લખી છે તેનું કુલ વજન 700 મિલીગ્રામ છે. તેના નામ વિશ્વની સૌથી સૂક્ષ્મ હનુમાન ચાલીસા બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. જેના માટે રાજકોટના નિકુંજ વાગડીયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું તે જ હનુમાન ચાલીસા તેણે હનુમાનજીના ભક્ત એવા ધીરેન્દ્ર શાસ્ત્રીને અર્પણ કરી હતી. હનુમાન ચાલીસા મેળવીને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ પ્રભાવિત થયા હતા.