લાલ દરવાજામાં દેખાશે અયોધ્યાની ઝલક! ટર્મિનસના નિર્માણમાં વપરાયા રામ મંદિર જેવા ગુલાબી પથ્થર

AMTS બસનુ મુખ્ય બસસ્ટેન્ડ લાલદરવાજા નવા લુક સાથે તૈયાર થઈ ચૂક્યું છે અને પાંચ જુનના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેનું લોકાર્પણ કરશે. લાલદરવાજા બસ ટર્મિનસ ખાતે 8.5 કરોડના ખર્ચે 11,583 સ્કવેરમીટરનું બસસ્ટેન્ડ આકાર પામ્યું છે.

લાલ દરવાજામાં દેખાશે અયોધ્યાની ઝલક! ટર્મિનસના નિર્માણમાં વપરાયા રામ મંદિર જેવા ગુલાબી પથ્થર

ગૌરવ પટેલ/અમદાવાદ: અમદાવાદની એક ઓળખ લાલ બસ, એટલે કે AMTS બસ. AMTSનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલદરવાજા બસ ટર્મિનસ હવે હેરિટેજ લુક સાથેનું નવું બસ ટર્મિનસ બની રહ્યુ છે. 65 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવા માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. આગામી 5 જૂનના રોજ લાલદરવાજા બસ ટર્મિનસ મુસાફરો માટે કાર્યરત કરી દેવાશે. હેરિટેજ લુક સાથેનું નવું બસ સ્ટેન્ડ કેવું હશે અને એમાં કેવી સુવિધાઓ હશે.

AMTS બસનુ મુખ્ય બસસ્ટેન્ડ લાલદરવાજા નવા લુક સાથે તૈયાર થઈ ચૂક્યું છે અને પાંચ જુનના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેનું લોકાર્પણ કરશે. લાલદરવાજા બસ ટર્મિનસ ખાતે 8.5 કરોડના ખર્ચે 11,583 સ્કવેરમીટરનું બસસ્ટેન્ડ આકાર પામ્યું છે. જેમાં રાજસ્થાની માર્બલનો ઉપયોગ કરી હેરીટેજ લુક અપાયો છે. ટર્મિનલ ઓફિસ, કેશ કેબિન, ટિકિટ ઇશ્યૂ સેન્ટર, સ્ટાફ માટેની સુવિધા રાખવામાં આવી છે. જ્યાકે દિવ્યાંગ મુસાફરો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય આખા બસસ્ટેન્ડનું સીસીટીવીનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. 

તમામ પ્લેટફોર્મ ઉપર ડિજીટલ ટાઇમટેબલની સુવિધા પણ રાખવામાં આવી છે. બસની સ્પીડ નિયંત્રણ કરવા અત્યાધુનિક કંટ્રોલરૂમની પણ વ્યવસ્થા કરાઈ છે. એટલે કે કોઈ બસ હાઈસ્પીડમાં જણાય તો તમે કંટ્રોલરૂમમાં જાણ કરી શકે છે. વીજ બચત કરવા બિલ્ડીંગની છત પર સોલાર પેનલ ગોઠવાઈ છે. 49 રૂટની 118 બસની લાલ દરવાજા બસ સ્ટેન્ડથી અવર જવર રહેશે. 65 વર્ષ પહેલાં 1955-56માં બનેલા બસસ્ટેન્ડના સ્થાને નવુ બસસ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. 

  • હેરીટેજ સિટીમાં બની રહ્યુ છે હેરીટેજ લુક સાથેનુ બસ ટર્મિનસ
  • એએમટીએસ દ્વારા લાલ દરવાજા ટર્મિનસનું નવીનીકરણ
  • ખાસ રાજસ્થાની માર્બલનો ઉપયોગ કરી હેરીટેજ લુક અપાયો છે
  • પાંચ જુનના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ
  • 8.5 કરોડના ખર્ચે 11,583 સ્કવેરમીટર પર બની રહ્યુ છે નવું બસ સ્ટેન્ડ
  • 1 એપ્રિલ, 1947માં AMTS બસ સેવાની શરૂઆત થઈ હતી
  • વર્ષ 1955-56માં લાલદરવાજા AMTS ટર્મિનસ બનાવવામાં આવ્યું
  • ટર્મિનલ ઓફિસ, કેશ કેબિન,ટિકિટ ઇશ્યૂ સેન્ટર, સ્ટાફ માટેની સુવિધા ઊભી કરાશે
  • દિવ્યાંગ મુસાફરો માટે હશે ખાસ સુવિધા, સીસીટીવી થી થશે સતત નિરીક્ષણ
  • તમામ પ્લેટફોર્મ ઉપર ડિજીટલ ટાઇમટેબલની સુવિધા
  • બસની સ્પીડ નિયંત્રણ કરવા અત્યાધુનિક કંટ્રોલરૂમની વ્યવસ્થા
  • વીજ બચત કરવા બિલ્ડીંગની છત પર સોલાર પેનલ ફીટ કરાશે

હેરીટેજ લુક સાથેનુ બસ ટર્મિનસ બિલ્ડિંગના પ્લેટફોર્મ અને પીલરનું બંસીપુર પહાડના પથ્થરોથી બાંધકામ કરવામાં આવ્યું છે. જેને પિંક સ્ટોન કહેવાય છે, જેનો ઉપયોગ અત્યારે રામમંદિરના નિર્માણમાં પણ થઈ રહ્યો છે. સીએનસી કટિંગમાં ચાલતા પથ્થરોનો ઉપયોગ કરી તૈયાર પથ્થર મગાવી નિર્માણ કરવામાં આવ્યું છે. આ જ પથ્થરોથી બધા જ કોલમને મઢી દેવામાં આવ્યાં છે. જે રીતે જૂના જમાનામાં હવેલીઓમાં કે હોટલ્સમાં પ્રવેશદ્વારને ભવ્ય લૂક આપવામાં આવતો હતો એ જ રીતે આગળ બે મોટા કોલમ રાખવામા આવ્યાં છે. જેના કારણે લોકોને હેરિટેજ બસ સ્ટેશનમાં આવતા હેરિટેજ થીમનો અનુભવ થાય.

રાજસ્થાનના માર્બલથી બસ ટર્મિનસની જગ્યામાં સામાન્ય કરતાં ચારથી પાંચ ડિગ્રી ઓછું તાપમાન રહેશે. જેનાથી ઉનાળામાં નાગરિકોને વધારે ગરમીનો સામનો નહીં કરવો પડે. આ અદ્યતન બસ ટર્મિનસમાં વર્ષ 1947માં અમદાવાદમાં લાલ બસ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીની AMTSનો ઇતિહાસ દર્શાવતી તમામ માહિતી અને સીસીટીવી કેમેરાથી સજ્જ બસ સ્ટેન્ડથી રોજના 2.25 લાખ પ્રવાસીઓને ફાયદો થશે. 

હેરિટેજ શહેરની ઓળખ ધરાવતું અમદાવાદ શહેરના હાર્દ સમાન લાલ દરવાજા વિસ્તારમાં આવેલા AMTS બસસ્ટેન્ડના બિલ્ડિંગને એલિવેશન મોન્યુમેન્ટને ધ્યાનમાં લઈ હેરિટેજ થીમ પર બનાવવામાં આવ્યું છે. જયપુરના ગુલાબી પથ્થરોથી હેરિટેજ બસ સ્ટેન્ડને નવો લૂક આપવામાં આવ્યો છે. તેમજ ફાનસ પેટર્નની લાઈટોથી બસ સ્ટેન્ડના આકર્ષણમાં વધારો કરે છે. લાલ દરવાજા બસસ્ટેન્ડ પરથી ઓપરેટિંગ થતા બસ રૂટોની સંખ્યા 49 છે અને બસની કુલ સંખ્યા 118 છે. રોજ 2.25 લાખ લોકો લાલ દરવાજા ટર્મિનસથી અવર-જવર કરે છે. આ બસસ્ટેન્ડનું 5 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકો માટે ખુલ્લું મૂકશે.

લોકોને બેસવાની વ્યવસ્થા માટે પણ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડમાં ફાનસ પેટર્નની લાઈટો લગાવવામાં આવી છે. પછી કાર્વિંગ વર્ક કરાવામાં આવ્યું છે, જે સીદી સૈયદની જાળી કે ઝૂલતા મિનારામાં છે ત્યાં એ લોકોએ જાળી મૂકી છે જે ફ્લાવર પેટર્ન કે પન્ના પેટર્નની એવી અલગ-અલગ પ્રકારની જાળી આવતી હોય છે. બસ ટર્મિનસમાં પીવાના પાણીની સુવિધા માટે આધુનિક ફિલ્ટર મૂકવામાં આવ્યું છે. પ્રવાસીઓની ફરિયાદો નિકાલ કરવા માટે અલગ કંન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવાથી પ્રવાસીઓને જમાલપુર મુખ્ય ઓફિસ સુધી જવાની જરૂર નહી પડે. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં મંજૂર થયેલી દરખાસ્ત બાદ લાલદરવાજા ટર્મિનસના નવીનીકરણની કામગીરી શરૂ થવાની હતી, પણ બસ ટર્મિનસની 200 મીટર નજીક આવેલી હેરિટેજ ઇમારતને કારણે દિલ્હી સ્થિત આર્કિયોલોજી વિભાગ પાસે પરવાનગી લેવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. વર્ષ 2017માં 5.72 કરોડના ખર્ચે બનવાનું હતું. 

જોકે લાલદરવાજા મજૂર મહાજન ઓફિસ પાસે 3 પ્લેટફોર્મ અને સોલર પેનલના રૂ. 15.75 લાખનો વધારો થતાં ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાયા બાદ અંદાજિત 8.5 કરોડના ખર્ચે અમદાવાદ શહેરનું નવું AMTS બસ ટર્મિનસ બનાવવામાં આવી રહ્યુ છે. મુસાફરો અને કર્મચારીઓ માટેની તમામ સુવિધાઓ ધરાવતુ ટર્મિનસ આગામી બે મહીનામાં શરૂ કરી દેવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news