મંત્રી કુંવરજી બાવળિયાને પેટાચૂંટણીમાં આ લોકોના કરાણે મળી ઓછી લીડ
લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા જેમાં સૌરાષ્ટ્રના પરિણામમાં સૌથી વધુ લીડ રાજકોટ લોકસભા બેઠક પર મોહન કુંડારિયાની હોવાનું સામે આવ્યું છે. જો કે આ બેઠક પર મોહન કુંડારીયાને સૌથી ઓછી લીડ ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણ વીંછીયામાં મળી છે. ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી કરતા પણ છ ગણી ઓછી લીડ મળતા આંતરિક વિવાદ હોવાની વાતો સામે આવી રહી છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ: લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા જેમાં સૌરાષ્ટ્રના પરિણામમાં સૌથી વધુ લીડ રાજકોટ લોકસભા બેઠક પર મોહન કુંડારિયાની હોવાનું સામે આવ્યું છે. જો કે આ બેઠક પર મોહન કુંડારીયાને સૌથી ઓછી લીડ ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણ વીંછીયામાં મળી છે. ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી કરતા પણ છ ગણી ઓછી લીડ મળતા આંતરિક વિવાદ હોવાની વાતો સામે આવી રહી છે.
લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં ગુજરાતમાં ભાજપને તમામ 26 બેઠક પર જીત મળી છે. ગુજરાતની 26 બેઠક પૈકી સૌરાષ્ટ્રની 7 બેઠક પર સૌ કોઈની નજર જોવા મળી હતી. ગત વિધાનસભાની ચૂંટણી બાદ કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. અને મંત્રી બન્યા હતા જેમાં જસદણ વીંછીયાની પેટાચૂંટણીમાં 18000ની જંગી લીડથી બાવળિયાએ જીત હાસિલ કરી હતી.
સુરત: વેસુ ભરથાણા વિસ્તાર ભેખડ ઘસી પડતા પાંચ મજૂર દટાયા, એકનું મોત
જો કે લોકસભાની ચૂંટણી સમયે સમગ્ર દેશમાં મોદી વેવ હોવાનું ભાજપના નેતાઓ નિવેદન આપી રહ્યા છે. જ્યારે રાજકોટ બેઠક પર જસદણ અને વીંછીયા પંથકમાં ભાજપને માત્ર 2800 મતની લીડ મળતા ખૂબ ભાજપના મહામંત્રી ભાનુભાઈ મતાએ જણાવ્યું હતું કે, વીંછીયા પંથકમાં મોદી વેવ ચાલ્યો નથી અને તેમાં ભાજપને મત મળ્યા નથી. જેથી જનતાનો ચુકાદો અમે માન્ય રાખી છે.
અમદાવાદ શહેરમાંથી 25 થી 35 વર્ષની ઉંમરના 47 બાંગ્લાદેશીઓ કરાયા ડિપોટ
શું છે આંતરિક વિવાદ?
લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા જસદણ વીંછીયા વિધાનસભા વિસ્તારની જવાબદારી પૂર્વ ધારાસભ્ય ડોકટર ભરત બોધરા અને હાલના મંત્રી કુંવરજી બાવળિયાને આપવામાં આવી હતી. જો કે આ બન્ને દિગ્ગજ નેતાને જવાબદારી સોંપવા છતાં ભાજપને આ વિસ્તારમાંથી માત્ર 2800 મતની સૌથી ઓછી લીડ પ્રાપ્ત થઇ છે. જેની પાછળનું કારણ બંને નેતાઓ વચ્ચે ચાલતા જૂથવાદ હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે ભાજપના નેતાઓ કોઈ જૂથવાદ ન હોવાનું કહી પ્રજાનો ચુકાદો માન્ય હોવાનું કહી ઓછી લીડનો સ્વીકાર કર્યો હતો.
આગકાંડ: શહેરી વિકાસ અગ્રસચિવ મુકેશ પુરીએ કહ્યું ‘જવાબદાર લોકો સામે થશે કાર્યવાહી’
ભાજપએ શિસ્તબદ્ધ પક્ષ ગણાય છે તેમાં આવી આક્ષેપબાજી મુદ્દે બંને નેતાઓને એકસાથે બોલાવી સમાધાન કરાવી લેવામાં આવશે તેવી વાતો ચાલી રહી છે. જ્યારે મંત્રીના વિસ્તારમાં ભાજપને નુકસાન થયું છે તે અંગે હાઈકમાન્ડ પણ નિર્ણય લઇ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, ડો. ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા બંન્નેનું રાજકારણ કોંગ્રેસથી શરૂ થયું હતું.
કુંવરજી બાવળિયાની ચૂંટણીમાં બોઘરા જ જવાબદારી સંભાળતા હતા. બંને વચ્ચે વિવાદ થતા બોઘરા ભાજપમાં ભળ્યા હતા અને તેમની સામે જ ઉમેદવારી નોંધાવી હતી. જે ચૂંટણીમાં બાવળિયાની હાર થઇ અને બોઘરા જસદણના ધારાસભ્ય બન્યા હતા. ત્યારથી આ બંને વચ્ચે વિરોધના બીજ રોપાયા હતા. બાવળિયાએ પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ભળ્યા ત્યારે તેમાં મુખ્ય ભૂમિકા બોઘરાએ ભજવ્યાની ભાજપના અગ્રણીઓ કહી રહ્યા છે. પણ બંનેએ જે આક્ષેપબાજી કરી છે તે પરથી હજુ પણ ગજગ્રાહ ચાલતો હોવાનું સાબિત થઇ રહ્યું છે.