આગકાંડ: શહેરી વિકાસ અગ્રસચિવ મુકેશ પુરીએ કહ્યું ‘જવાબદાર લોકો સામે થશે કાર્યવાહી’

શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પુરીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આગકાંડ બાદ તમામ વિગતો અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. કપોદ્રા ફાયર ઓફિસની પણ મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસ અહેવાલ મુખ્યમંત્રીને રજૂ કર્યો છે. હજુ વધુ સમય માટે તપાસ ચાલુ રહેશે. 
આગકાંડ: શહેરી વિકાસ અગ્રસચિવ મુકેશ પુરીએ કહ્યું ‘જવાબદાર લોકો સામે થશે કાર્યવાહી’

બ્રિજેશ દોશી/અમદાવાદ: શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પુરીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આગકાંડ બાદ તમામ વિગતો અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. કપોદ્રા ફાયર ઓફિસની પણ મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસ અહેવાલ મુખ્યમંત્રીને રજૂ કર્યો છે. હજુ વધુ સમય માટે તપાસ ચાલુ રહેશે. 

આ અંગે પ્રાથમિક તારણોથી જાણવા મળી રહ્યું છે, કે અકસ્માતમાં 22 લોકોના મોત જ્યારે 15 લોકો સારવાર હેઠળ છે. ટ્રાન્સફોર્મરના કારણે આગ લાગવાની પ્રાથમિક વાત હતી. એસીના આઉટડોર યુનિટમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે આગની વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.  આ અંગે 2 વ્યક્તિઓ સામે FIR દાખલ કરવામાં આવી છે. 

ડિસ્પ્લે પેનલ તાત્કાલિક સળગી જેની ઉપર ફ્લેક્સ બેનર હતા જેના કારણે આગ ઉપર સુધી પહોંચી હતી. જેના લીધે ત્રીજા માળ ઉપર લાકડાના પગથિયાંની સીડી હતી જે પણ આગનો ભોગ બની હતી. બિલ્ડીંગમાં બીજી સીડી પણ હતી ત્યાં એક બારણું હતું જે બંધ હતું. જેના લીધે જે વ્યક્તિએ દરવાજો બંધ કર્યો તેણે ગુનાહિત કાર્ય કર્યું હતું. દરવાજો ખુલ્લો હોત તો મૃત્યુંઆંક ઓછો હોત.

‘રાજકીય’ ઘર શોધી રહેલા અલ્પેશ-ઘવલસિંહે કરી નીતિન પટેલ સાથે મુલાકાત

આ વિસ્તાર સુડામાં હતો જેની 2015માં માલિકોને મંજૂરી મળી હતી. 3 માળ સુધીની જ મંજૂરી મળી હતી જેમાં ડોમ સ્ટ્રક્ચર પણ કરવામાં આવ્યું હતું. આ સ્થળની એન્જીનીયર દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી નોહતી. ચોથા માળની મંજૂરી નહોતી અને પ્લાનમાં પણ દર્શાવામાં આવ્યો નહતો.

કોઈ વેન્ટીલેશન નહોતું જેના કારણે ધુમાડો બહાર નીકળવાની જગ્યા નહોતી અને લોકો ઘુટાયા હતા. જેના કારણે અંદર રહેલા તમામ લોકોના મોત થયા હતા. બપોરના સમયે 2 શિક્ષકો ફરજ બજાવતા હતા. જેના સંચાલક ભાર્ગવ બુટાણી અને ક્રિષ્ના બેન હતા. ત્રીજા શિક્ષકને હેડ ઈંજરી થઈ છે અને ક્રિટિકલ હાલતમાં છે. આ ઘટના બાદ કુલ 4 વ્યક્તિઓ સામે કર્યવાહી કરવામાં આવી છે.

આગકાંડ બાદ રાજ્યભરમાં મેગા ડિમોલિશન, અમદાવાદની એક બિલ્ડીંગમાં આખેઆખો ફ્લોર ગેરકાયેદસર

હસમુખ વેકરિયા , દિનેશ વેકરીયા, દિનેશ કહાડ, સવજી ભાઈ વેકરીયા અને બિલ્ડીંગ ઓથોરિટી સામે ફરિયાદ કરવામાં આવી છે. વેસુ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બાદ સુરત મનપાએ સર્વે કર્યો હતો. 900થી વધુ સ્થળે સર્વે બાદ 449થી વધુ મિલકતોને સુધારવામાં આવી હતી. તેમ છતાં આ બિલ્ડીંગ કેવી રીતે છૂટી ગઈ તે ગંભીર સવાલ છે. અને તે અંગેની તપાસ કરવામાં આવશે.

શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પુરીએ તૈયાર કરેલા રિપોર્ટમાં ફાયર અધિકારીઓની જવાબદારી સૂચવી છે. જેની ભૂલ હશે તેની જવાબદારી નક્કી કરાશે. સેન્સેટિવ બિલ્ડીંગની યાદી બનાવવામાં આવશે. અને હજી 11500 બિલ્ડીંગની તપાસ થઈ છે. ખામી વાળી તમામ બિલ્ડીંગમાં નોટિસ આપાવામાં આવી છે. બેસમેન્ટ કે ટેરેસ પર આવેલા બાંધકામો સામે તપાસ થશે અને પગલાં ભરાશે. સુરતના કોમ્પ્લેક્ષમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ હતી પણ તે અંગેની કોઇને ટ્રેનિંગ અપાઈ ન હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news