Surat News ચેતન પટેલ/સુરત : ડૉક્ટરને આપણે ભગવાનનું બીજુ રૂપ માનીએ છીએ, તબીબી વ્યવસાય એ માત્ર ધંધો નથી પરંતુ સેવાનું કામ છે. ડૉક્ટર્સને આપણે સૌથી શિક્ષિત લોકોમાં ગણના કરીએ છીએ...પણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ તબીબોનો જાણે રાફડો ફાટ્યો છે. ગલીએ ગલીએ અને મહોલ્લે-મહોલ્લે ક્લીનિક ખુલી ગયા છે..કોઈ પાસે ડિગ્રી નથી, જેની પાસે ડિગ્રી છે તે માત્ર આયુર્વેદિક ઉપચારની છે તેમ છતાં ખુલ્લેઆમ એલોપેથીની દવા કરી રહ્યા છે અને ગરીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે આરોગ્ય મંત્રી અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ છે ક્યાં? જુઓ બોગસ તબીબોના રાફડાનો આ અહેવાલ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શું રહ્યું છે તે સમજાતું નથી...સરકાર અને સરકારી તંત્ર માત્ર એસી ઓફિસમાં બેસવાનો જ પગાર લે છે કે શું તે સમજાતું નથી. દેશમાં મોડલ સ્ટેટ કહેવાતા ગુજરાતમાં નકલીના કાળા કારોબારે માજા મુકી દીધી છે. અનેક નકલી પછી હવે નકલી ડૉક્ટર્સનો રાફડો મળી આવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે મોટા મહાનગરોમાં મહોલ્લે મહોલ્લે ચાલતા નકલી દવાખાના આરોગ્ય મંત્રાલયની નજરે નથી પડતાં. નતો આરોગ્ય મંત્રી તેના પર કંઈ ધ્યાન આપતાં. તેથી જ એક જાગૃત મીડિયા તરીકે નકલી ડૉક્ટર્સના આ કાળા કારોબારનો પર્દાફાશ અમારે કરવો પડી રહ્યો છે. 


ઝી 24 કલાકની ટીમે મહાનગર સુરતમાં લાઈવે રેડ કરી તો અનેક બોગસ તબીબ મળી આવ્યા. અમે જ્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં જઈને રિયાલિટી ચેક કર્યું તો એક બે નહીં પણ અનેક બોગસ ડૉક્ટર્સ મળી આવ્યા. જ્યારે આ નકલી ડૉક્ટર્સને તેમની ડિગ્રી અને સારવારને લઈ સવાલ કર્યા તો તેમણે જાતભાતના જવાબ આપ્યા. 


  • ઝોલા છાપ ડૉક્ટર

  • નકલી ક્લિનિક

  • બોગસ તબીબ

  • દર્દીઓની સારવાર 

  • અહીં દર્દીઓની શું દશા થશે?

  • ક્યાં છે આરોગ્ય મંત્રી?

  • ક્યાં છે આરોગ્યના અધિકારી?


ગરીબ દર્દીઓને એ ખબર નથી હોતી કે ડૉક્ટર્સ અસલી છે કે નકલી? ગરીબોને તેમની ડિગ્રી વિશે પણ વધારે ખબર નથી હોતી અને તેનો જ લાભ લઈને આ નકલી ડૉક્ટર્સ મનભાવે તેમ ડિગ્રીનું બોર્ડ લગાવી દે છે. એટલું જ નહીં દર્દીઓને બોટલ પણ ચડાવે છે, ઈન્જેક્શન પણ આપે છે અને એલોપેથીની દવા પણ આપે છે. 


ગુજરાતમાં કાયદાના ધજ્જિયાં ઉડ્યા! બાળ લગ્નનો કાયદો છતા આ જિલ્લામા 678 સગીરા માતા બની


ઝોલા છાપ ડૉક્ટર્સ કોઈને દવા આપે અને દર્દીને કંઈ થાય તો જવાબદારી કોની? દવા આપનાર ડૉક્ટર્સની સાથે આરોગ્ય વિભાગની પણ છે. કારણ કે આવા નકલી ડૉક્ટર્સને રોકવાનું કામ આરોગ્ય વિભાગનું છે. અમે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ સીધો સવાલ કરીએ છીએ કે, સાહેબ તમારા શાસનમાં આ શું થઈ રહ્યું છે?, સાહેબ તમે બહુ મોટા મંત્રાલયની જવાબદારી સંભાળો છો અને તમારા જ વિભાગમાં આવી પોલંપોલ કેમ ચાલી રહી છે?, સાહેબ તમને પણ આ ઝોલા છાપ ડૉક્ટર્સ પકડવામાં કોઈ રસ નથી?, આરોગ્ય મંત્રી તમે નકલી ડૉક્ટર્સનું સમર્થન કરો છો?, તમારા વિભાગમાં આ નકલી ડૉક્ટર્સનો પણ હપ્તો પહોંચે છે?, હપ્તાખોરીને કારણે તમારું મંત્રાલય કોઈ કાર્યવાહી નથી કરતું?, ઋષિકેશ પટેલ સાહેબ તમને કોઈના જીવની નથી પડી?, તમે તમારી જવાબદારી નિભાવવામાં પાછા કેમ પડો છો?, તમે તમારુ મંત્રાલય સારી રીતે સંભાળી નથી શક્તા?...તમે પ્રજાના સાચા પ્રતિનિધિ છો તેવું કોઈ કામ કરશો? 


આરોગ્ય મંત્રી આપો જવાબ 


  • સાહેબ તમારા શાસનમાં આ શું થઈ રહ્યું છે?

  • તમારા વિભાગમાં આવી પોલંપોલ કેમ ચાલી રહી છે?

  • તમને પણ ઝોલા છાપ ડૉક્ટર્સ પકડવામાં કોઈ રસ નથી?

  • આરોગ્ય મંત્રી તમે નકલી ડૉક્ટર્સનું સમર્થન કરો છો?

  • તમારા વિભાગમાં આ નકલી ડૉક્ટર્સનો પણ હપ્તો પહોંચે છે?

  • હપ્તાખોરીને કારણે તમારું મંત્રાલય કોઈ કાર્યવાહી નથી કરતું?

  • ઋષિકેશ પટેલ સાહેબ તમને કોઈના જીવની નથી પડી?

  • તમે તમારી જવાબદારી નિભાવવામાં પાછા કેમ પડો છો?

  • તમે તમારુ મંત્રાલય સારી રીતે સંભાળી નથી શક્તા?

  • તમે પ્રજાના સાચા પ્રતિનિધિ છો તેવું કોઈ કામ કરશો?


આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તમારા વિભાગમાં જે પોલંપોલ ચાલી રહી છે તે તમારે જ સુધારવી પડશે...નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી તમારી પણ રહેશે....તમે પણ એટલા જ જવાબદાર રહેશો જેટલા ઝોલા છાપ ડૉક્ટર્સ છે...આશા રાખીએ કે અમારે ફરી તમારી માટે આટલા અઘરા શબ્દોનો ઉપયોગ ન કરવો પડે અને તમે તમારુ કામ સારી રીતે કરશો તેવી આશા.


ભારતીય વિદ્યાર્થીએ 21 મી સદીની અનોખી શોધ કરી ચર્ચામાં આવ્યો, બનાવ્યું બેસીને ઉડી શકા