Gujarat Police: અમદાવાદ શહેરમાં કાયદો અને સ્થિતિને લઈને ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવી સ્થિતિ બની છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વો હાથમાં તલવાર સાથે ફરતા હોય તેવો વિડીયો વાયરલ થતાં હોય છે. આ ઘટના સંદર્ભે રખિયાલ અને બાપુનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ ઘટનામાં 2 ઇસમોની ધરપકડકરાઈ છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે વાત કરીએ તો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અસામાજિત તત્વોનો ખુલ્લો આતંક સામે આવ્યો છે. રખિયાલના ગરીબનગરમાં ગુંડાઓની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અસામાજિક તત્વો હાથમાં તલવાર સાથે સમગ્ર વિસ્તારને બાનમાં લઈ રહ્યા છે. હાલ આ ઘટનામાં પોલીસે સમીર શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી રહી છે. રખિયાલ પોલીસે BNS કલમ 109,189,190,191, GpAct 135 મુજબ ગુન્હો નોંધ્યો છે. તેમજ અન્ય એક ગુન્હો બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે.


ઉલ્લેખનીય છે કે, કાયદાનો ખૌફ રહે તે માટે હવે ગુજરાતમાં જાહેરમાં આરોપીઓના વરઘોડા નીકળી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહી ચૂક્યા છે કે, ‘ગુનેગાર જે ભાષામાં સમજે એ ભાષામાં સમજાવવો જ જોઈએ. જો કોઈ નિદોષ વ્યક્તિને ગુનેગારો પરેશાન કરશે તો તેનો વરઘોડો તો નીકળવો જ જોઈએ.’ છેલ્લાં કેટલાક દિવસથી ગુજરાતના રસ્તાઓ પર આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી રહી છે, અને તેઓ લોકોની માફી માંગી રહ્યાં છે.