પાન મસાલા ખાઈને થૂંકતા લોકોને ગુજરાત સરકારની ચેતવણી, હવે બસમાં પણ કચરો ફેંક્યો તો મર્યા
હર્ષ સંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે. સાથે પાન-માવા જ ન ખાવા જોઈએ તેવી હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે. જો કોઈ પાન અને માવા ખાય તો ડસ્ટબિનમાં જ થૂંકે. જાહેર જગ્યા પર થૂંકીને ગંદકી ન ફેલાવે.
ઝી બ્યુરો/ગાંધીનગર: જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે. જાહેરમાં થૂંકનાર કે બસમાં કચરો કરનારાને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે. સાથે પાન-માવા જ ન ખાવા જોઈએ તેવી હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે. જો કોઈ પાન અને માવા ખાય તો ડસ્ટબિનમાં જ થૂંકે. જાહેર જગ્યા પર થૂંકીને ગંદકી ન ફેલાવે.
એક ભૂલ છીનવી શકે છે જીવ! ગુજરાતમાં 6 માસમાં હાર્ટ એટેકથી અધધ મોત, આ આંકડો વધારશે BP
ગુજરાતમાં STની સુવિધા વધારવાની હર્ષ સંઘવીની જાહેરાત
ગુજરાતમાં એસટીની સુવિધા વધારવાની વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. આગામી 10 મહિના સુધી દર માસે 200 નવી બસ મુકવામાં આવશે, એટલે કે 10 મહિનામાં 2 હજાર નવી એસટી બસ રસ્તા પર દોડશે. આ નવી બસ મુકવામાંથી મુસાફરોના લાભ થશે અને બસમાં થતી ભીડ ઓછી થઈ જશે. આ નવી બસ મુકવાથી રોજે 10 હજારથી વધુ મુસાફરોને ફાયદો થશે. સાથે નવી બસોથી કનેક્ટિવિટી પણ વધશે. આ સાથે જ વર્તમાન બસમાં જે ખામી હશે તેનું સમારકામ કરવામાં આવશે. સીટ ફાટેલી હશે કે કોઈ બીજુ નુકસાન હશે તેનું રિપેરીંગ કામ કરવામાં આવશે.
શું ફરી ગુજરાતમા શક્તિશાળી ચક્રવાતનો ખતરો? 150ની સ્પીડે ફૂંકાશે પવન, જો આવું થયું તો..
ગુજરાતમાં એસટી વિભાગે શરૂ કર્યું સ્વચ્છતા અભિયાન
ST વિભાગે આજથી ગુજરાતભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. હર્ષ સંઘવીએ ST બસ સ્ટેશન પર જાતે સફાઈ કરીને કચરો એકત્ર કર્યો. સાથે બસની અંદરથી પણ સાફ-સફાઈ કરી. ST બસ સ્ટેશનમાં મુકવામાં આવેલી ડસ્ટબિનમાં જ કચરો નાંખવા માટે લોકોને અપીલ કરી છે. સાથે સ્વચ્છતા અભિયાનમાં નાગરિકોને સહભાગી બને તેવી પણ અપીલ કરી છે.
મા ઉમિયાની પ્રતિમાની ઓસ્ટ્રેલિયામાં થશે સ્થાપના; દેલવાડાનો પરિવાર લઈ જશે સિડની
સુરતમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા સફાઈ અભિયાનમાં જોડાયા હતા. GSRTCના સુરત મધ્ય બસ સ્ટેન્ડ પર એસટી બસમાં સફાઈ કરી. મંત્રીએ ખુદ સફાઈ કરીને લોકોને સ્વચ્છતા જાળવવા માટેની અપીલ કરી. સાથે સફાઈકર્મીઓનું પણ સન્માન કર્યું.
રક્તરંજીત સુરત! બે સગા ભાઈઓએ ભત્રીજા સાથે મળી કરી નાખી ભાઈની જ હત્યા, શું છે કારણ?