શું ફરી ગુજરાતમાં શક્તિશાળી ચક્રવાતનો ખતરો? 150ની સ્પીડે ફૂંકાશે પવન, જો આવું થયું તો આ વિસ્તારોનું આવી બનશે!

Ambalal Patel has predicted another severe cyclone : બંગાળની ખાડીમાં વધુ એક ભીષણ ચક્રવાત ઉભું થવાની આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે. 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે પૂર્વીય-દક્ષિણ તટિય પ્રદેશમાં ભારે વરસાદ પડશે. રાજ્યના ખેડૂતો પર ફરી બે દિવસ માવઠાની ઘાત બેઠી છે. અમદાવાદ સહિત અરવલ્લી અને મહીસાગરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે.આ ચક્રવાત બંગાળની ખાડીમાં ઉદ્ભવવાની સંભાવનાને પગલે ગુજરાતમાં માત્ર તેની અસર રહેશે. જેથી ખેડૂતોએ આ બાબતે કોઈ ડર રાખવાની જરૂર નથી. 

શું ફરી ગુજરાતમાં શક્તિશાળી ચક્રવાતનો ખતરો? 150ની સ્પીડે ફૂંકાશે પવન, જો આવું થયું તો આ વિસ્તારોનું આવી બનશે!

Gujarat Weather Forecast : ગુજરાતમાં આજથી ફરી માવઠું થવાની આગાહીઓ છે. રાજ્ય આગામી 3 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમા દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગરમાં વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી ફરી આવી છે. આજથી 5 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

 

— ANI (@ANI) December 2, 2023

અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના ખેડૂતો પર ફરી બે દિવસ માવઠાની ઘાત બેઠી છે. અમદાવાદ સહિત અરવલ્લી અને મહીસાગરના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક ભીષણ ચક્રવાત ઉભું થવાની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ વાવાઝોડું 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે પૂર્વીય-દક્ષિણ તટિય પ્રદેશમાં ભારે વરસાદ લાવશે. 

ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલે એક આગાહી કરીને ગુજરાતીઓને પણ ચિંતામાં મૂકી દીધા છે. આગાહી સમયમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવનાને જોતા 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી કરાઈ છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે.

હવામાન વિભાગે પણ વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. IMD એ આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલે 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા છે. જો તે ચક્રવાત બનશે તો માઈચોંગ વાવાઝોડું (Michaung ) હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે. હાલ ગુજરાત પર પણ સંકટના વાદળા ઘેરાયેલા છે. આ મોઈચોંગ વાવાઝોડાથી ગુજરાતને શું અસર થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ચક્રવાતી તોફાનનું નામ મ્યાનમારે આપ્યું છે.

સાઈક્લોનિક સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ અમદાવાદ શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં એક તરફ ઠંડીનો ચમકારો તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉત્તર પૂર્વીય અરબસાગર અને ઉત્તર મહારાષ્ટ્રમાં સાયકલોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા છે. જેમાં આજે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હળવો અને છુટાછવાયા વરસાદની આગાહી છે.

મોઈચોંગ વાવાઝોડું કેટલુ શક્તિશાળી હશે
ચક્રવાત માઈચોંગ ( Michaung ) 4 ડિસેમ્બરની સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. જેની અસરના ભાગરૂપે ઉત્તર તટીય તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના રહેવાસીઓ 3 ડિસેમ્બરે અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી ઉપર) અને 4 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદનો અનુભવ કરે તેવી શક્યતા છે.  IMD એ તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઓડિશા સહિત દક્ષિણના ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓની આગાહી કરી છે. વાવાઝોડાની અસરના ભાગરૂપે હાલ તમિલનાડુ પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. 

આજે અને આવતીકાલે વરસાદની ક્યાં છે આગાહી 
મોઈચિંગ વાવાઝોડાની વાતાવરણમાં ગતિવિધિ દરમિયાન ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં ઠંડીનો પારો ડાઉન પણ થઈ શકે છે. અમદાવાદ શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામા વિભાગ દ્વારા આજે અને કાલે ગુજરાતમાં માવઠાની ફરીથી આગાહી કરાઈ છે. જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે. દાહોદ, પંચમહાલ, ખેડામાં વરસાદની આગાહી છે. તો વડોદરા, ભરૂચ, નર્મદામાં પણ વરસાદ આવી શકે છે. આગામી 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news