બ્રિજેશ દોશી/ગાંધીનગર :વીરતા અને સર્વિસ પુરસ્કારોની જાહેરાત થઈ છે. ગેલેન્ટરી એવોર્ડસની ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવે છે, જે સ્વતંત્રતા દિવસ પ્રસંગે આપવામાં આવે છે. ત્યારે ગુજરાત પોલીસને 19 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સ્વતંત્ર્ય દિવસે ગુજરાતના 2 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત થશે. તો 17 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત થશે. ગુજરાત પોલીસના ડૉ. નીરજા ગોટરૂ અને નિલેશ વઘાસિયાને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાશે. ગેલેન્ટરી એવોર્ડના લિસ્ટમાં પહેાલ નંબર પર જમ્મુ-કાશ્મીર પોલીસ છે. જેને 81 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. બીજા નંબર પર 55 મેડલ સાથે સીઆરપીએફ અને ત્રીજા નંબર પર 23 મેડલ ઉત્તર પ્રદેશ પોલીસ ટોપમાં છે. ગૃહ મંત્રાલય દ્વારા ગેલેન્ટરી અને સર્વિસ એવોર્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અધિકારીઓને સન્માનિત કરાશે 
સુભાષચંદ્ર ત્રિવેદી (અમદાવાદના આસિ. કમિશનર), વીરભદ્રસિંહ જાડેજા (વાપી), જિગ્નેશકુમાર ચાવડા (જામનગર), શંકરભાઈ ચૌધરી (ડેપ્યુટી સુપરીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગાઁધીનગર), આશુતોષ પરમાર (એસીબી ગાંધીનગર), લાલસિંહ રાઠોડ (એસઆરપીએફ, સેજપુર), રમેશ ધનખારા (એસઆરપીએફ), પંકજકુમાર સંઘાણી (ગાંધીનગર), સંજય કનોજીયા (ગાંધીનગર), દીપસિંહ પટેલ (સુરત), ભાનુભાઈ ભરવાડ (મહેસાણા), ભારત મુંગારા (જામનગર), સુરેશ નાયર (અમદાવાદ), ધીરજ પરમાર (અમદાવાદ), સુરેશભાઈ પટેલ (સુરત), સુરેશભાઈ વણઝારા (ભરૂચ), રવિન્દ્ર ઘોડે (સુરત)


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર