અમદાવાદ : લૂંટના આરોપમાં પકડાયેલ સગીરનું મોત, પરિવારજનોના હોબાળા બાદ લાશ સ્વીકારાઈ
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાંચ દિવસ પહેલા રૂ.10.95 લાખની લૂંટના કેસમાં ઝડપાયેલા સગીર આરોપીનું ખાનપુર બાળ સંરક્ષણ ગૃહમાં મોત થયું હતું. મૃતક સગીર આરોપીના મૃતદેહનું ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું. મૃતકના પરિવારજનોની માંગ કરી હતી કે, જ્યાં સુધી સાબરમતી પોલીસ સ્ટેશનના કસૂરવાર પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. સગીર આરોપીનો મૃતદેહ આખરે પરિવારજનો દ્વારા સ્વીકારવામાં આવ્યો છે. ઝોન-2ના ડીસીપી ધર્મેન્દ્ર શર્મા અને માલધારી સમાજના આગેવાનો વચ્ચે મૃતદેહ સ્વીકારવા મામલે બેઠક થઈ હતી. જેમાં DCP દ્વારા સમગ્ર મામલાની તપાસ તેમજ પીએમ રીપોર્ટ આવ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાંચ દિવસ પહેલા રૂ.10.95 લાખની લૂંટના કેસમાં ઝડપાયેલા સગીર આરોપીનું ખાનપુર બાળ સંરક્ષણ ગૃહમાં મોત થયું હતું. મૃતક સગીર આરોપીના મૃતદેહનું ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું. મૃતકના પરિવારજનોની માંગ કરી હતી કે, જ્યાં સુધી સાબરમતી પોલીસ સ્ટેશનના કસૂરવાર પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. સગીર આરોપીનો મૃતદેહ આખરે પરિવારજનો દ્વારા સ્વીકારવામાં આવ્યો છે. ઝોન-2ના ડીસીપી ધર્મેન્દ્ર શર્મા અને માલધારી સમાજના આગેવાનો વચ્ચે મૃતદેહ સ્વીકારવા મામલે બેઠક થઈ હતી. જેમાં DCP દ્વારા સમગ્ર મામલાની તપાસ તેમજ પીએમ રીપોર્ટ આવ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
MRI મશીનમાં કરાયું હતું Sex, 20 વર્ષ બાદ ફરી ચર્ચામાં આવ્યો આ કિસ્સો
શું બન્યું હતું.....
અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં મોનાર્ચ ફોરેક્ષ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બે કર્મચારીઓ પાસેથી પોલીસની ઓળખ આપી બે શખ્સ રૂ. 10.95 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. બાઈકનો અકસ્માત કરી અને બાદમાં પોલીસની ઓળખ આપીને કાળીગામ ગરનાળા પાસે લઈ ગયા હતાં. જ્યા તેઓને લૂંટી લેવામાં આવ્યા હતા. સાબરમતી પોલીસે લૂંટ અને મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી જ હતી. ત્યારે જ પોલીસને ખુદ ભોગ બનનાર ધ્રુવિલ શાહ પર શંકા ગઈ હતી. ત્યારે ધ્રુવિલ શાહ જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. લૂંટના પ્લાનિંગમાં યશ પટેલ, આશિષ દેસાઈ, નરેશ રબારીના નામ ખૂલ્યા હતા.
Video : પ્રેમિકાએ લગ્ન માટે ના પાડી તો પ્રેમીએ ખેલ્યો ખૂનીખેલ, પ્રેમિકા અને પોતાના ગળામાં ચલાવી છૂરી
ત્યારે આ લૂંટ કેસમાં પકડાયેલ આશિષ દેસાઈ સગીર વયનો હોવાથી તેને ખાનપુર બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો હતો. બાળ સંરક્ષણ ગૃહમાં રાખેલ સગીરની તબિયત લથડતા જ બાળ સંરક્ષણ ગૃહના ઓબ્ઝર્વેશન અધિક્ષક દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી. જ્યાર બાદ 108ના મારફતે અમદાવાદની અસારવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આશિષને બે દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં રાત્રે બે વાગ્યે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તે સમયે સાયકીયાટ્રિક તેમજ અન્ય ડોકટરોએ સગીર આશિષની સારવાર કરી હતી. ત્યારે સોમવારે સવારે 8.30 કલાકે સગીરનું મોત થતા તેનું પેનલ પીએમ કરાયું હતું. આ વિશે સિવિલ સુપરીટેન્ડન્ટ જી.એચ.રાઠોડે જણાવ્યું હતું કે, મૃતકના માથામાં ઇજા થઇ હોય તેવું હોઈ શકે છે, શરીર પર કોઈ ઇજાના નિશાન દેખાતા નથી. પરંતુ પીએમ રીપોર્ટ 4 થી 5 દિવસમાં મળ્યા બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે.
વર્ષો બાદ ગુજરાતમાં થયેલા પાકિસ્તાની તીડના આક્રમણ માટે એક ચોક્કસ કારણ જવાબદાર છે
સમગ્ર મામલે આખરે ઝોન 2ના DCP ધર્મેન્દ્ર શર્મા પોતે મૃતકના પરિવારજન તેમજ માલધારી સમાજના આગેવાનોને સમજાવવા પહોંચ્યા હતા. જ્યાં બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી અને પરિવારજનોને DCP એ તટસ્થ તપાસની બાંહેધરી આપતા મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા. મૃતદેહના પોસ્ટ માર્ટમ બાદ આખરે પરિવારજનોએ સમાજના અગ્રણીઓની સમજાવટ બાદ મૃતદેહ તો સ્વીકારી લીધો છે. ત્યારે પરિવારજનો ન્યાય માટે પીએમ રિપોર્ટના સહારે છે. 4 દિવસ બાદ આવનાર પીએમ રિપોર્ટથી સ્પષ્ટ થશે કે સગીરનું મોત પોલીસના માર મારવાને કારણે થયું છે કે કોઈ અન્ય કારણ હતું. એવામાં પોલીસની ભૂમિકા પીએમ રીપોર્ટ આવ્યા બાદ પણ મહત્વપૂર્ણ બની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....