Mehsana News : આ સમય દરમિયાન સ્ત્રીને તેના સ્વાસ્થ્યની વધુ અને સારી રીતે કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભાવસ્થા પછી, સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. પરંતુ આજકાલની મહિલાઓ વ્યસનની રવાડે ચઢી ગઈ છે. જેનુ પરિણામ બાળકોને ભોગવવુ પડી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં એક નવજાત બાળક સાથે જે બન્યું તો કરોડોમાં એક કહી શકાય તેવો કિસ્સો છે. માનવામાં ન આવે તેવી ઘટના છે. મહેસાણાની એક મહિલાએ વાદળી રંગના બાળકને જન્મ આપ્યો છે. ડોક્ટરો પણ આ બાળકને જોઈને ચોંકી ગયા હતા. જોકે, વિચિત્ર બાબત તો એ છે કે, આ બાળક જન્મતાની સાથે રડ્યુ પણ ન હતું કે, તે શ્વાસ પણ લેતુ ન હતું. માત્ર તેનુ હૃદય ઘબકતુ હતું. જેથી હાલ બાળકને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું છે. પરંતુ આ બાળકના રંગ પાછળ જે નિદાન થયું તે અત્યંત ચોંકાવનારું છે. બાળકની માતાને તમાકુનુ વ્યસન હતું. તેથી બાળકના શરીરમાં સામાન્ય માણસ કરતા અધધધ કહી શકાય 20 ગણું નિકોટીન પ્રસરી ગયુ હતું. જેથી બાળકનો રંગ આવો નીકળ્યો હતો. હાલ આ બાળક સારવાર હેઠળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાને મહિલાએ બાળકને જન્મ આપ્યો
મહેસાણામાં રહેતી 30 વર્ષીય મહિલાને લગ્ન બાદ બાળક ન થતા IVF નો પ્રયસા કર્યો હતો. આ રીતે 9 જૂને સામાન્ય રીતે જન્મ આપ્યો હતો. પરંતુ બાળક જન્મની સાથે જ અજીબ હતું. તેને ગર્ભમાં જ ઓક્સિજનની ઉણપ હતી. તેથી જન્મ બાદ તેને તાત્કાલિક સારવાર આપવાની જરૂર પડી હતી. તેના બાદ તેને અમદાવાદના એસજી હાઈવે પર આવેલી અર્પણ ન્યુ બોર્ન બેબી સેન્ટરમાં લાવવામાં આવ્યુ હતું. જ્યા તેની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી. તબીબોએ જોયુ કે, આ બાળક કોમામાં સરી ગયુ હતું. તેથી તેને જીવાડવાનો તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. 


કેનેડા જનારા બેગને તાળુ મારજો, એરપોર્ટ પર અમદાવાદની મહિલાની બેગમાંથી થઈ મોટી ચોરી


આ કરતા પણ અજીબ બાબત એ હતી કે, બાળક જ્યારે જન્મ્યુ ત્યારે તેણે આંખો ખોલી ન હતી. તે રડ્યુ પણ ન હતું, માત્ર તેનુ હૃદય ચાલતુ હતું. એકાએક બાળકનો કલર વાદળી રંગનો થવા લાગ્યો હતો. તેથી ડોક્ટરો પણ ડરી ગયા હતા. તેઓને બાળક અને માતાના જીવની ચિંતા થવા લાગી હતી. તેથી તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. 


રાજ્યસભામાં ભાજપ મોટો દાવ ખેલશે : ગુજરાતમાંથી આ નેતાને મળી શકે છે દિલ્હીમાં એન્ટ્રી


આવુ બાળક કેમ પેદા થયું તે તપાસમાં તબીબો લાગ્યા. ત્યારે ડો. આશિષ મહેતા આ ઘટના બાદ માતાની મેડિકલ હિસ્ટ્રી તપાસી હતી. જેમાં જે જાણવા મળ્યુ તે અત્યંત ચોંકાવનારું હતું. બાળકની માતા અસ્થમાની દવા લેતા હતા અને તમાકુંનું સેવન કરતા હતા. તેમજ માતા રોજની 10થી 15 પડીકી તમાકું ખાતી હતી. આ માહિતી મળતા જ બાળકનો પણ નિકોટીન ટેસ્ટ કરાવાયો હતો. જેમાં સામાન્ય માણસ નિકોટીનનું સેવન કરે તેનામાં નિકોટીનનું પ્રમાણ 0.3થી 3 સુધીનું હોય છે પરંતુ આ બાળકમાં 60 હતું. નવજાત બાળકમાં સામાન્ય માણસ કરતા 20 ગણું નિકોટીનનું પ્રમાણ ચિંતાજનક હતું. તેથી બાળકમાં આ તકલીફ જોવા મળી હતી. 


પતિ સાથે અમેરિકા ગયેલી પત્નીના ખ્વાબ ચૂરચૂર થઈ ગયા, કાર આપ્યા છતા જમાઈ ન માન્યો