અમદાવાદ : રાજ્યના પડોસમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી દસ દિવસ અગાઉ ગુમ થયેલા વિદ્યાર્થીના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. દસ દિવસથી ગુમ થયેલ વિદ્યાર્થી બિહાર અને નેપાળની બોર્ડર પરથી મળી આવ્યો છે. દસ દિવસ અગાઉ ઘરેથી ટ્યુશન જવાનું કહીને ગૂમ થયેલા વિદ્યાર્થીના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જોકે ત્યારબાદ વિદ્યાર્થીની અનેક  નોટબુક પાછળ દેશ વિરોધી માનસિકતા ધરાવતું લખાણ અને દુનિયાના મોટા આતંકી સંગઠનો અને આતંકવાદીઓના નામ પણ  લખેલા મળ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો કેવી તહેવાર? મહાદેવનાં નગરમાં હોળી પ્રગટ્યાં પછી બોલાયછે અપશબ્દો !


સમગ્ર પ્રકરણને સેલવાસ પોલીસે ગંભીરતાથી લઈ તપાસ કરતા શરૂઆતમાં ગૂમ વિદ્યાર્થીનું મોબાઈલ લોકેશન પ્રથમ ગુજરાતના નડિયાદ અને ત્યારબાદ અજમેર અને ફરી પાછો ત્રણ દિવસ પછી  વિદ્યાર્થી સેલવાસમાં દેખાયો હોવાની જાણ થઈ હતી. પરંતુ સેલવાસ પોલીસે સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ કરતા આખરે વિદ્યાર્થી બિહાર અને નેપાળની બોડર નજીકથી મળી આવ્યો હતો. બિહારમાંથી ઝડપાયેલા વિદ્યાર્થીને લેવા સેલવાસ પોલીસ બિહાર ગઈ છે. 


સસ્તા સોનાના નામે ઠગાઇ કરનારી ટોળકી ઝબ્બે, મોડસ ઓપરેન્ડી જાણીને ચોંકી ઉઠશો


જોકે અત્યારે સેલવાસ પોલીસ આ મામલે વધુ કંઈ બોલવા તૈયાર નથી. પરંતુ વિદ્યાર્થીની નોટબુકમાંથી જે રીતના દેશ વિરોધી માનસિકતાનુ લખાણ અને સોશીયલ મીડીયાના માધ્યમથી કટ્ટર વિચારધારા વાળા કેટલાક લોકો સાથે સંપર્કમાં હોવાની જાણ થઈ હતી. આથી માત્ર 11 માં ધોરણના માસૂમ અને હોશિયાર વિદ્યાર્થીની નોટબુકમાંથી દેશ વિરોધી માનસિકતા ધરાવતા હોવાનું લખાણ મળી આવવા આ કિસ્સાને ગંભીરતાથી લઈ દેશની અન્ય ટોચની તપાસ એજન્સીઓ પણ આ સમગ્ર પ્રકરણમાં ગંભીરતાથી તપાસમાં લાગી છે. જોકે હવે આ વિદ્યાર્થી ને સેલવાસ લાવ્યા બાદ આવનાર સમયમાં ખુબ જ ચોંકાવનારા ખુલાસા થશે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube