Surti Locho: ગુજરાતનું દરેક શહેર તેની અલગ ખાસિયત અને ઓળખ ધરાવે છે. અહીં વસતા લોકોની ખાસિયતના કારણે પણ શહેર ઓળખાતું હોય છે. જેમ કે અમદાવાદીઓ વિશે કહેવાય કે તેની પાસેથી કોઈ ખાટીને જઈ ન શકે. તેવી જ રીતે સુરતના લોકોને પાકા વેપારી કહી શકાય. એમ કહી શકાય કે જીવનમાં લોચો વાગી જાય તો તેનો ઉપયોગ પણ કેવી રીતે કરવો તે સુરતના લોકો પાસેથી શીખી શકાય. આવું એટલા માટે કહેવું પડે છે કે સુરતમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં અને કદાચ દેશભરમાં પ્રખ્યાત એક વાનગી સુરતના એક દુકાનદારની આવી હોશિયાર બુદ્ધિનો જ પ્રતાપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Lizards: અજમાવો આ દેશી નુસખા, ગણતરીની મિનિટોમાં જ ગરોળી ભાગી જશે ઘરમાંથી


જીવનમાં લોચો વાગી જાય તો તેને પણ સ્વાદિષ્ટ બનાવીને લોકોને પીરસવો તે સુરત પાસેથી શીખવા જેવું છે. અહીં વર્ષો પહેલા એક વ્યક્તિ દ્વારા ખમણ બનાવતા ભૂલ થઈ ગઈ અને તે ભૂલ આજે વિશ્વભરમાં સુરતી લોચા તરીકે પ્રખ્યાત છે. સુરત શહેર દુનિયાભરમાં ખાણીપીણી માટે પ્રખ્યાત છે અહીં એક નહીં પણ અવનવી અનેક વાનગીઓ છે. દરેકનો દાઢે વળગે તેવો હોય છે. એટલે જ તો સુરતનું જમણ પ્રખ્યાત છે. પરંતુ આ સુરતની ઓળખ સમાન સુરતી લોચો હકીકતમાં કોઈ નવી વાનગી નથી. આ વાનગી તો ખમણ બનાવતા થયેલી ભૂલનું પરિણામ છે. તો ચાલો તમને જણાવીએ કે સુરતી લોચાનો આવિષ્કાર કેવી રીતે થયો.


આ પણ વાંચો: "અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતો મુઓ.." નથી જોઈ આ જગ્યાઓ તો જીવતર એળે ગયું


આ રીતે પહેલીવાર બન્યો લોચો 


કહેવાય છે કે ખમણ ખાવાના શોખીન એક ભાઈ સુરતમાં સવાર સવારમાં એક ખમણ વાળાને ત્યાં પહોંચ્યા. ખમણ તૈયાર ન હતું તેવામાં ઘરાક આવી જતા દુકાનદારે ખમણ બનાવવામાં થોડી ઉતાવળ કરી દીધી અને ખમણનું ખીરું થોડું વધારે પાતળું થઈ ગયું. ગ્રાહકને ખમણ ખવડાવવાની ઉતાવળમાં પાતળું ખીરું જ દુકાનદારે સ્ટીમરમાં ચડાવી દીધું. સાત થી આઠ મિનિટમાં ખમણ તૈયાર થઈ જતા હોવાથી દુકાનદારે સ્ટીમરમાંથી ખમણ બહાર કાઢ્યા. જોકે ખમણમાં પાણી વધારે હોવાથી ઢીલા ઢફ ખમણ સ્ટીમરમાંથી બહાર આવ્યા.


આ પણ વાંચો:  ડિસેમ્બરમાં ફરવા માટે જૂનાગઢને બનાવો નેક્સ્ટ ડેસ્ટિનેશન, આ જગ્યાઓ જોઈ કહેશો Wow...


ખીરું તો સ્ટીમ થઈ ગયું હતું પરંતુ તેને કાપી શકાય અને ખમણ તરીકે પીરસી શકાય તેવી હાલત ન હતી. તેવામાં વેપારીએ હિંમત એકઠી કરી ઢીલા ખમણને પ્લેટમાં ચટણી, સેવ અને ડુંગળી સાથે ગ્રાહકને પીરસી દીધા. ભગવાનને કરવું અને આ લોચો ગ્રાહકને ભાવ્યો અને તેણે લોચાના બે મોઢે વખાણ પણ કર્યા. તેનાથી વેપારીની હિંમત વધી ગઈ અને બીજા દિવસે પણ તેણે આ પ્રયોગ ચાલુ રાખ્યો. જે પણ વ્યક્તિ આ નવી વાનગી ખાતા તેને ખૂબ ભાવતી. ત્યાર પછી વેપારીએ આ નવી વાનગીનું નામ જ લોચો પાડી દીધું.   


આ પણ વાંચો:  શિયાળાની ખરેખરી મજા માણવી હોય તો ઘરે ટ્રાય કરો અસ્સલ કાઠિયાવાડી ઉંધીયુ, નોંધી લો રીત


ત્યાર પછી દરેક સુરતીની દાઢે ધીરે ધીરે લોચો વળગી ગયો. આજે સુરતના ઘરેઘરમાં લોચો બને છે. અને માત્ર સુરત શહેરમાં જ નહીં લોચો ખાવાના શોખીનો ગુજરાતભરમાં છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)