ઝી બ્યુરો/પાટણ: સુરતમાં 2000 કરોડના જમીન કૌભાંડના ગુનામાં સંડોવાયેલ આઇ.એ.એસ. અધિકારી આયુષ ઓકને સજાના ભાગરૂપે પાટણ ખાતે લિવ રીઝર્વ  મુકવામાં આવતા ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે વિરોધ નોંધાવ્યો છે અને રાજયના મુખ્યમંત્રીને પત્ર લખી આ અધિકારીની અન્ય જગ્યાએ બદલી કરવામાં નહીં આવે તો જિલ્લાની પ્રજાને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી ત્રણ કલાક ગુજરાતના આ વિસ્તારો માટે ભારે! 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન


ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે પાટણ જિલ્લામાં જે પણ સરકારી અધિકારી આવે અને ફરજ બજાવે છૅ તે  પ્રામાણિક અને નિષ્પક્ષ તટસ્થ પણે પાટણ જિલ્લાની પ્રજાના પ્રશ્નોને ઈમાનદારી પૂર્વક વાંચા આપી શકે એવા હોવા જોઈએ. 


સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાતમાં આ જિલ્લો પ્રથમ!


સુરત જિલ્લામાં 2000 કરોડ રૂપિયાની જમીન કૌભાંડમાં જેમનું નામ સામે આવી રહ્યું છે તેવા વિવાદિત અને ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલ આઈ.એ.એસ. અધિકારી આયુષ ઓકની પાટણ ખાતે બદલી થઈ હોવાના સમાચાર જાણી ખૂબ દુખ સાથે ચિંતા અનુભવું છું. 


ગુજરાતમાં અમેરિકન કંપનીના પ્રોજેક્ટ સામે મોદી સરકારના મંત્રીએ ઉઠાવ્યા સવાલ


આવા અધિકારી પાટણની જનતાને ઈમાનદારી પૂર્વક ન્યાય ન અપાવી શકે તેમજ અહીંના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ પર આવા વિવાદિત અધિકારીની ખોટી અસરો ન થાય તે માટે આયુષ ઓક ની અન્ય જગ્યા પર બદલી કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છૅ અને માંગ નહિ સ્વીકારાય તો પ્રજા ને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉંચારી છૅ. 


Jio નો સસ્તો પ્લાન! માત્ર આટલા રૂપિયામાં 13 OTT, 62GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ