આગામી ત્રણ કલાક ગુજરાતના આ વિસ્તારો માટે ભારે! 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

આગામી ત્રણ કલાક માટે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં ઠંડર સ્ટ્રોમ સહિત હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ કલાક ગુજરાતના આ વિસ્તારો માટે ભારે! 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

Gujarat Weather Updates: હવામાન વિભાગે નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. જે મુજબ આગામી ત્રણ કલાક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક માટે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં ઠંડર સ્ટ્રોમ સહિત હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, સુરત, નવસારી, સહિત અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી છાંટાની આગાહી કરાઈ છે. 

  • 15 જૂને દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. 
  • 16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે.   
  • 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.   
  • 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.  
  • 19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. 
  • 20 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news