Rajkot News : જામ કંડોરણા ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલ ભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં લેઉવા પટેલ કુમાર અને કન્યા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા 351 દિકરીઓના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા આયોજીત આ લાડકડીના લગ્ન આઠમો શાહી સમુહલગ્નોત્સવ યોજાયો હતો. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયાનો લેઉવા પટેલ સમાજને ઠપકો આપ્યો હતો. તેમણે જાહેરમાં કહ્યું હતું કે, સમાજના નામે રાજકારણ રહેવા દેજો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મજબૂત આગેવાનને સ્વીકારજો, માયકાગ્લાને નહિ
જામકંડોરણામાં યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, સમાજના નામે રાજકારણ રહેવા દેજો. સમાજની વાત આવી ત્યારે મેં રાજકારણ એકબાજુ રાખ્યું છે. સમાજના વ્યક્તિ આગળ જાય તો સહકાર આપજો. સમાજના આગેવાનને પાડી ન દે તે લેઉવા પટેલ સમાજ ના કહેવાય. સરદાર પટેલ બાદ બીજો સરદાર સમાજને મળ્યો નથી એ કમનસીબી છે. મજબૂત આગેવાનને સ્વીકારજો, માયકાગ્લાને નહિ. સમાજની કમનસીબી છે કે એક રહેવા માટે હાકલ કરવી પડે છે. સમાજ સંગઠિત નહિ થાય તો આવનારા સમયમાં કોઈ નહિ બચાવે. 80 ટકા થી વધુ લેઉવા પટેલ પાટીદાર સમાજ ગામડામાં મુશ્કેલીમાં છે. અમારો વિસ્તાર હોય કે ન હોય જામકંડોરણાના દરવાજા ખુલ્લા છે. 


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર મોટી અસર : આવતીકાલથી આવતી આ આફત માટે તૈયાર રહેજો


જામકંડોરણામાં શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો 
જામકંડોરણા ખાતે યોજાયેલ આઠમો શાહી સમૂહ લગ્નમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ રમેશ ધડુંક, દિલીપ સંઘાણી તેમજ રાજકીય, સામાજિક સમાજના અગ્રણીઓ, મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાહી સમૂહ લગ્ન માટે રજવાડી ગેટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. એકસાથે 351 જાનના સામૈયા વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા. આ માટે ખુલ્લી જીપ્સીઓ ઉપરાંત વિન્ટેજ કાર, ડી.જે, બેન્ડવાજા, ઘોડેસવારી તથા 100 જેટલા ઢોલીઓ સાથે જામ કંડોરણામાં એક સાથે 351 દિકરીઓના સમુહ લગ્ન પ્રથમ વખત યોજાયા હતા.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર મોટી અસર : આવતીકાલથી આવતી આ આફત માટે તૈયાર રહેજો