વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ફોન પર જાનથી મારી નાખવાની મળી ધમકી
ધમકી મળવાની જાણકારી જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને આપી છે.
બનાસકાંઠાઃ ગુજરાતમાં વધુ એક ધારાસભ્યને ફોન પર ધમકી મળી છે. આ વખતે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ખુદ જિગ્નેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. જિગ્નેશે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, 9724379940 મારો નંબર છે અને અત્યારે મારો સાથી કૌશિક પરમાર મારો નંબર વાપરે છે. આ નંબર પર 7255932433 નંબર પરથી ફોન આવ્યો અને જિગ્નેશને શૂટ કરવાની વાત કરી. ધમકી આપનાર વ્યક્તિએ પોતાનું નામ રણવીર મિશ્રા છે તેમ જણાવ્યું હતું.