Gandhinagar News : વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને વરિષ્ઠ IPS અધિકારી રાજકુમાર પાંડિયન વચ્ચેનો વિવાદ વધુ વણસી રહ્યો છે. સામાન્ય વાતથી શરૂ થયેલો વિવાદ હવે આક્રમક આંદોલન સુધી પહોંચી ગયો છે. જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસના અન્ય મોટા નેતાઓએ મળીને ગાંધીનગરમાં પોલીસ ભવન ઘેરાવનો પ્રયાસ કર્યો હતો..જો કે પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી...ત્યારે સું છે આ સમગ્ર વિવાદ?...જુઓ આ અહેવાલમાં.....


  • પોલીસ અધિકારી અને MLA વચ્ચે વિવાદ

  • કોંગ્રેસના ધારાસભ્યનો IPS સાથે વિવાદ

  • મેવાણીએ પોલીસ ભવન ઘેરવાનો કર્યો પ્રયાસ

  • રાજકુમાર પાંડિયનના વિરુદ્ધમાં વિરોધ 

  • શક્તિસિંહ ગોહિલ પણ વિરોધમાં જોડાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં અનુસુચિત જાતિ સમાજનું એક ટોળું પોલીસ ભવન તરફ લઈ ગયા હતા. આ વચ્ચે જય ભીમના નારા લગાવવામાં આવ્યા હતા. મેવાણીનો જયજયકાર થઈ રહ્યો હતો. મેવાણી સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, વિધાનસભામાં કોંગ્રેસના નેતા સહિતના મોટા નેતાઓ પણ વિરોધમાં સાથે જોડાયા હતા. આ વિરોધ સરકાર સામે કે ભાજપ સામે નહીં પણ ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારી સામે છે. વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીનો આક્ષેપ છે કે IPS અધિકારી રાજકુમાર પાંડિયને તેમની સાથે સારુ વર્તન કર્યું નહતું. 


આ એક પાત્રમાં પાણી ભરીને રસોડામાં રાખી દેજો! દુખના દિવસો દૂર થઈ જશે


મેવાણીની સાથે શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાએ પણ IPS અધિકારી રાજકુમાર પાંડિયન સામે આક્ષેપ લગાવ્યો હતો. તો જીજ્ઞેશ મેવાણીના આક્ષેપ જેના પર લાગ્યા છે તે રાજકુમાર પાંડિયન સાથે પણ ઝી 24 કલાકની ટીમે ખાસ વાતચીત કરી. પાંડિયને મેવાણીના આક્ષેપોને ખોટા ગણાવ્યા, અને માનહાનિના દાવાની પણ ચીમકી આપી. 


મેવાણી અને પાંડિયન વચ્ચે જ્યારે વિવાદ થયો ત્યારે DYSP ડી.પી.ચુડાસમા પણ ત્યાં હાજર હતા. તેમણે દાવો કર્યો કે, જીજ્ઞેશ મેવાણી ખોટી રીતે આક્ષેપ લગાવી રહ્યા છે. ખોટી જોરજોરથી બુમો પાડતા હતા..


જીજ્ઞેશ મેવાણી બે ટર્મથી ધારાસભ્ય છે જ્યારે રાજકુમાર પાંડિયન હાલ CID ક્રાઈમમાં એડિશન DGP કક્ષાના સિનિયર અધિકારી છે. બન્ને વચ્ચે જે વિવાદ થયો તે બંધ બારણે થયો હતો એટલે સાચુ કોણ અને ખોટું કોણ તે કહી શકાય તેમ નથી...ત્યારે જોવું રહ્યું કે આ કેસમાં આગળ શું થાય છે? 


શરૂ થઈ ગઈ વાવાઝોડાની અસર, આ તારીખે જોવા મળશે દાનાનું અતિ ભયાનક સ્વરૂપ