અમદાવાદ : કોંગ્રેસના પીઢ અગ્રણી અને કોળી સમાજના નેતા એવા કુંવરજી બાવળીયા કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા હોવાની અટકળો તેજ બનતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ એક પછી એક ચાલતી પકડવા જઇ રહ્યા હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. આગામી રવિવારે કોળી સમાજના સંમેલનને લઇને મામલો વધુ વિવાદીત બન્યો છે. આ સંમેલન શક્તિ પ્રદર્શન હોવાની વાતો પણ ઉઠી રહી છે. જોકે આ મામલે આવું કંઇ ન હોવાનું તેમજ તેઓ પાર્ટીથી નારાજ ન હોવાનું ખુદ કુંવરજી બાવળીયાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર કોળી સમાજના આગેવાન અને રાજકીય અગ્રણી કુંવરજી બાવળીયા કોંગ્રેસથી નારાજ હોવાની વાતો ઉઠવા પામી છે. પાર્ટી દ્વારા સતત એમની અવગણના કરાતી હોવાની લઇને તેઓ કોંગ્રેસ છોડી રહ્યા હોવાની અટકળો તેજ બનતાં ગુજરાતનું રાજકારણ ચર્ચાએ ચડ્યું છે. જોકે આ અંગે સ્પષ્ટતા કરતાં કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, સામાજિક રીતે મનદુઃખ દૂર થાય એ રીતે સમાજનું સામાજિક સંમેલન છે.


ગુજરાતના ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો