Kutch Mandavi Beach : કચ્છનો માંડવી બીચ ગુજરાતનું ફેવરિટ ટુરિઝમ સ્પોટ છે. તે ગુજરાતના જોવાલાયક સ્થળોમાંનું એક છે, જ્યાં બારેમાસ પ્રવાસીઓ આવતા હોય છે. પરંતુ હાલ માંડવી બીચ પર આવતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે, ત્રણ થાર ગાડીઓ તેમની આસપાસ ફર્યાં કરે છે. માંડવી બીચ પર ત્રણ થારના સ્ટંટથી પ્રવાસીઓ પરેશાન બન્યા છે. ખાસ વાત તો એ છે કે, નંબર પ્લેટ વગરની થાર ગાડીઓ અહી સ્ટંટ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છના માંડવી બીચ પર આજકાલ એક નજારો જોવા મળી રહ્યો છે. જેમાં નંબર પ્લેટ વગરની ત્રણ થાર ગાડી દરિયા કિનારે સ્ટંટ કરતી દેખાઈ રહી છે. કેટલાક નબીરા થાર ગાડી લઈને સ્ટંટ કરતા હોવાનું ચર્ચાય છે. ત્યારે નબીરાઓના આ સ્ટંટથી બીચ પર ફરવા આવતા લોકોમાં પરેશાની પેદા થઈ રહી છે. 


આ છે ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગામ, જ્યાં એક રસોડે જમે છે આખા ગામના લોકો



એક તરફ, માંડવી એ કચ્છનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ છે. અહીંના રમણિય દરિયા કિનારા પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ખાસ રજાના દિવસોમાં કે ઉનાળાના દિવસોમાં બીચ પર લોકોની ભીડ જામતી છે. ત્યારે આ થાર ગાડીઓ લોકોને પરેશાન કરે છે. ચર્ચા છે કે, થાર ગાડીઓ પર એમએલએ (ધારાસભ્ય) લખેલું છે. જોખમી રીતે જીપ ચલાવીને પ્રવાસીઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. 


આ જીપમાં બે લાલ રંગની અને એક કાળા રંગની હતી. અને તેના પર એમએલએ લખેલી પ્લેટ હતી. નોંધનીય છે કે બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. પણ આ ઘટના અંગે પોલીસ અજાણ હોય તેવુ લાગી રહ્યું છે. આ પ્રકારના સ્ટંટ બીચ પર જોખમી બની શકે છે. પોલીસે આ ઘટનામાં તપાસ કરી જવાબદાર જીપ ચાલકો સામે પગલા ભરવા જોઇએ એવું જાગૃત નાગરિકોનું માનવું છે.


ગુજરાતના આ હાઈવેથી જતા હોવ તો રસ્તો બદલી દેજો, બે કલાકથી છે ટ્રાફિક જામ