MLAની ચિમકી: દસાડામાં ઓક્સિજનની વ્યવસ્થા નહી થાય તો કલેક્ટર કચેરી બહાર મૃતદેહોનો ખડકલો કરીશ
ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. મહાનગરોમાં કોરોનાને કારણે સ્થિતિ વિપરિત બની છે. ચાર મહાનગરોમાં બેડ મેળવવો પણ એક મોટો ટાસ્ક છે. તેવામાં સુરેન્દ્રનગરનાં દસાડાનાં CHC માં પૂરતા ઓક્સિજનની વ્યવસ્થા નહી થતી હોય તેમ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જિલ્લા કલેક્ટરને ટ્વીટ કરીને ચિમકી ઉચ્ચારી હતી. નૌશાદ સોલંકીએ કહ્યું કે, જો ઓક્સિજનની વ્યવસ્થા નહી થા અને દર્દીનું મોત થયું હોય તો હું તેના પરિવારજનોને મૃતદેહ લઇને કલેક્ટર કચેરી બહાર આવવા માટે આહ્વાન કરીશ.
સુરેન્દ્રનગર : ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. મહાનગરોમાં કોરોનાને કારણે સ્થિતિ વિપરિત બની છે. ચાર મહાનગરોમાં બેડ મેળવવો પણ એક મોટો ટાસ્ક છે. તેવામાં સુરેન્દ્રનગરનાં દસાડાનાં CHC માં પૂરતા ઓક્સિજનની વ્યવસ્થા નહી થતી હોય તેમ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જિલ્લા કલેક્ટરને ટ્વીટ કરીને ચિમકી ઉચ્ચારી હતી. નૌશાદ સોલંકીએ કહ્યું કે, જો ઓક્સિજનની વ્યવસ્થા નહી થા અને દર્દીનું મોત થયું હોય તો હું તેના પરિવારજનોને મૃતદેહ લઇને કલેક્ટર કચેરી બહાર આવવા માટે આહ્વાન કરીશ.
ગુજરાતમાં કોરોના મહામારીમાં મહાનગરો કરતા નાના તાલુકા મથકોની સ્થિતિ ખુબ જ વિકટ છે. સારવાર માટે લોકો વલખા મારી રહ્યા છે. તેવામાં સુરેન્દ્રનગરનાં દસાડા તાલુકાનાં સીએચસી સેન્ટરમાં પુરતો ઓક્સિજનની વ્યવસ્થા નહી હોવાનાં કારણે ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને ચિમકી ઉચ્ચારી હતી.
[[{"fid":"322593","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
નૌશાદ સોલંકીએ કહ્યું કે, ઓક્સિજનની વ્યવસ્થા નહી થાય અને દર્દીનું મોત થશે તો તેના પરિવારજનોને મૃતદેહ લઇને કલેક્ટર કચેરી પહોંચવા માટે આહ્વાન કરીશ. દસાડા લખતર બેઠક પરથી નૌશાદ સોલંકી ધારાસભ્ય છે. દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ કેર સેન્ટર દર્દીથી ઉભારેયેલું છે. અહીં ઓક્સિજનની અછતના કારણે અનેક દર્દીઓનાં જીવ જોખમમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube