Kheda News : ગુજરાત રાજ્યમાં 7 દિવસમાં 5મી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. આખરે કોણ છે ગુજરાતની શાંતિના દુશ્મન. સુરત, ભરૂચ, વડોદરા અને કચ્છ બાદ હવે ખેડાના કઠલાલમાં ગણેશ ઉત્સવ દરમિયાન બબાલ કરાઈય ભડકાઉ પોસ્ટ મામલે ફરિયાદ કરી પરત ફરતા યુવકો પર 2000 લોકોના ટોળાએ હુમલો કરવાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. ધર્મ વિરોધી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયેલા વ્યક્તિઓ ઉપર ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં વાહનોને નુકસાની થઈ છે. ઘટનાની જાણ થતા ખેડા એસપી સહિત એલસીબી, એસઓજીનો કાફલો મહુધા પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહુધા માં સોશિયલ મીડિયા ધાર્મિક વિવાદિત પોસ્ટ અંગે ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિઓ પર હુમલો કરાયો હતો. સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટ મામલે આ લોકો મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. મહુધા પોલીસ સ્ટેશન બહાર એક કોમના આગેવાન અને ટોળું આવી મહુધા પોલીસ સ્ટેશનની બહાર હંગામો કર્યો હતો. ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિઓ ના ગાડીના કાચ સહિત ગાડીને મોટું નુકસાન કરવામાં આવ્યું.


જવું જવુ કરતા ચોમાસા અંગે આવી નવી ખબર, શું આ દિવસે થશે ચોમાસાની વિદાય, પરેશ ગોસ્વામીની આગાહી


મહુધા પોલીસ સ્ટેશ થી ફરિયાદ કરી પરત કઠલાલ જતી વખતે ટોળાએ કારને ઘેરી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ખેડા એસપી રાજેશ ગઢીયા, કપડવંજ ડીવાયએસપી, ખેડા ક્રાઇમ બ્રાન્ચ, SOG ની ટીમ સહિત જિલ્લા પોલીસ મહુધા પહોંચી હતી. ઘટનાના તુરંત બાદ ખેડા જિલ્લા પોલીસ દ્વારા મહુધામાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છએ. 


ભાજપના ધારાસભ્ય મૌલવીના પગે લાગ્યા! ભાજપ અને સંઘ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયું