જવું જવુ કરતા ચોમાસા અંગે આવી નવી ખબર, શું આ દિવસે થશે ચોમાસાની વિદાય, પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat Monsoon Update : ગુજરાતમાંથી વરસાદ એકાએક ગાયબ થયા ચોમાસાની વિદાયના સમાચાર વહેતા થયા, આગાહીકાર પરેશ ગોસ્વામીએ આ વિશે ખુલાસો કર્યો... આ વખતે ચોમાસાની વિદાયમાં વિલંબ... આ વખતે ચોમાસું વધુ 16 દિવસ સક્રિય રહેવાની શક્યતા.. દેશમાં સપ્ટેમ્બરના અંત સુધી મેઘમહેર થતી રહેશે

ગભરાશો નહિ, વરસાદનો હજી એક-બે રાઉન્ડ આવશે

1/4
image

હાલ ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો છે. અમદાવાદ સહિત કેટલાક મોટા શહેરોમાં બફારો થવા લાગ્યો છે. આવામાં લોકોને લાગી રહ્યું છે કે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. લોકોમાં ગભરાટ ફેલાયો છે કે, શું હવે વરસાદ નહિ આવે. ત્યારે આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે. હાલ ચોમાસાની વિદાય થઈ નથી અને કોઈ જગ્યાએથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ થઈ નથી. હજુ રાજસ્થાનમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી. ચોમાસું હજુ બાકી છે. હજુ વરસાદના એક-બે રાઉન્ડ આવી શકે છે.

ગરમીમાંથી કોઈ મુક્તિ નહિ મળે

2/4
image

તેમણે કહ્યું કે, હાલ ગુજરાતના અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો 32 થી 34 ડિગ્રી પહોંચી ગયો છે. લોકોને ઉનાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે. દર વર્ષે એપ્રિલ મહિનામાં આ પ્રકારના તાપમાન સાથે ગરમીની શરૂઆત થતી હોય છે. પરંતું હજી 8 થી10 દિવસ આવું ચાલશે. હાલ દસ દિવસ ગરમીમાંથી કોઈ મુક્તિ નહિ મળે. 15 સપ્ટેમ્બર બાદ ગરમીમાં થોડી ઘણી રાહત મળી શકે છે. આ દિવસથી પવનની ગતિ વાતાવરણમાં અનુભવાશે.   

હાલ વરસાદ નહિ આવે

3/4
image

તેમણે ચોમાસા પર લાગેલા બ્રેક વિશે જણાવ્યું કે, હાલ દિવસોમાં ગુજરાતમાં વરસાદ આવવાની કોઈ શક્યતા દેખાતી નથી. વાતાવરણમાં ગરમી, ઉકળાટ અને તાપમાન યથાવત્ રહેશે. એમ કહો કે, હાલ ચોમાસાએ બ્રેક લીધો છે. જેથી તાપમાન પણ બે-ત્રણ ડિગ્રી ઊંચું આવી ગયું છે. એટલે હમણાં વરસાદની કોઈ શક્યતા નથી.

વરસાદે વિરામ કેમ લીધો, આ રહ્યું કારણ

4/4
image

ચોમાસા પર લાગેલા બ્રેક વિશે પરેશ ગોસ્વામીએ કારણ આપતા કહ્યું કે, હાલ પાકિસ્તાન, રાજસ્થાન અને કચ્છના ભાગો પર એન્ટી સાયક્લોન જેવી સ્થિતિ છે. જેના કારણે બંગાળની ખાડીની સિસ્ટમો મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવી જોઈએ, તે ગુજરાત સુધી પહોંચી શકતી નથી. તે મધ્યપ્રદેશ સુધી આવે અને એન્ટી સાયક્લોનને કારણે મધ્યપ્રદેશ થઈ ઉત્તર ભારત તરફ પસાર થઈ જાય છે. એટલે ગુજરાત તરફ આવી શકતી નથી. 18-19 તારીખ સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી. સપ્ટેમ્બર મહિનાની 21થી 30 તારીખમાં વરસાદની શક્યતાઓ છે.