ભરૂચ : બંધ કંપની પર 40 જેટલા લોકોનું ટોળુ ધસી આવ્યું, હુમલામાં 3 સિક્યુરિટી ગાર્ડસના મોત
ભરૂચ(Bharuch)માં વહેલી સવારે મોટો બનાવ બન્યો છે. ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામમાં આવેલી શ્રીજી ગ્લાસ કંપનીમાં અચાનક લોકોનું ટોળુ ઘસી આવ્યું હતું. અજાણ્યા 40 જેટલા લોકોના ટોળાએ બંધ કંપની પર આતંક મચાવ્યો હતો. ટોળાએ કંપનીના 6 જેટલા સિક્યુરિટી ગાર્ડસ પર હુમલો (Attack) કર્યો હતો. જેમાં બે સુરક્ષા કર્મચારીઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તેમજ અન્ય એક સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્રણ ઘાયલ સિક્યુરિટી ગાર્ડસને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના બાદ ભરૂચ પોલીસ (Bharuch Police) દોડતી થઈ હતી. ટોળુ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, સિક્યુરિટી ગાર્ડસ પર કેમ હુમલો કરાયો જેવા મામલે ભરૂચ પોલીસે તપાસ શરૂ કરી છે.
કિરણસિંહ ગોહિલ/ભરૂચ :ભરૂચ(Bharuch)માં વહેલી સવારે મોટો બનાવ બન્યો છે. ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામમાં આવેલી શ્રીજી ગ્લાસ કંપનીમાં અચાનક લોકોનું ટોળુ ઘસી આવ્યું હતું. અજાણ્યા 40 જેટલા લોકોના ટોળાએ બંધ કંપની પર આતંક મચાવ્યો હતો. ટોળાએ કંપનીના 6 જેટલા સિક્યુરિટી ગાર્ડસ પર હુમલો (Attack) કર્યો હતો. જેમાં બે સુરક્ષા કર્મચારીઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તેમજ અન્ય એક સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્રણ ઘાયલ સિક્યુરિટી ગાર્ડસને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના બાદ ભરૂચ પોલીસ (Bharuch Police) દોડતી થઈ હતી. ટોળુ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, સિક્યુરિટી ગાર્ડસ પર કેમ હુમલો કરાયો જેવા મામલે ભરૂચ પોલીસે તપાસ શરૂ કરી છે.