અમિત રાજપુત/અમદાવાદઃ ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટનો વધુ એક કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો છે. સોમવારે રાત્રે બનેલી આ ઘટનામાં યુવાન ઓફિસેથી બાઈક પર ઘરે જતો હતો ત્યારે તેની પેન્ટના ખિસ્સામાં જ મોબાઈલનો બ્લાસ્ટ થયો હતો. અચાનક મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવક રોડ પર રહેલા વિજળીના થાંભલા સાથે અથડાઈ ગયો હતો. બ્લાસ્ટને કારણે તે ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 
 
અમદાવાદમાં રહેતો ૨૪ વર્ષનો યુવાન સોનુ સિંહને તેના કાકાએ ઓનલાઈન વેબસાઈટ પર ખરીદેલો ઓનર કંપનીનો સ્માર્ટ ફોન ગીફ્ટમાં આપ્યો હતો. સોનુ સોમવારે રાત્રે જ્યારે ઓફિસેથી ઘરે બાઈક પર જતો હતો ત્યારે તેને પેન્ટના ખિસ્સામાં કંઈક ગરમ લાગવાનો અહેસાસ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાઈનાનો મોબાઈલ ખરીદતાં પહેલાં ચેતી જજો, આ રહી પુરાવાની તસવીરો

ચાલુ બાઈક પર તેણે જ્યારે ખિસ્સા તરફ જોયું તો ત્યાં આગ લાગેલી હતી. તે હજુ કંઈ સમજે એ પહેલાં જ ખિસ્સામાં રહેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. સોનું શું થયું છે એ કંઈ સમજી શક્યો ન હતો. ચાલુ બાઈક પર અચાનક બ્લાસ્ટ થતાં તે રોડ પરના વીજળીના થાંભલા સાથે અથડાઈને પડી ગયો હતો. 


સદનસીબે તેની પાછળ અન્ય બાઈક પર તેના પિતા પણ આવી રહ્યા હતા. સોનુ પડી જતાં તેમણે તેને ઊભો કર્યો અને જોયું તો સોનુનો પેન્ટનો ખિસ્સાનો ભાગ બળી ગયો ગયો હતો. સોનુને માથામાં ઈજા થઈ હતી. આથી તેઓ તેને તાત્કાલિક નજીકની એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા