તેજસ મોદી, સુરતઃ  ગુજરાતની સૌથી હાઈટેક જેલ ફરી વિવાદમાં આવી  છે. અહીંયા ગંભીર ગુનાઓમાં  સંડોવાયેલા આરોપીને રાખવામાં આવે છે, પણ આ જેલને મોબાઇલ શોપ પણ કહી શકાય કારણ કે છાસ વારે મોબાઈલ ફોન મળી આવતા હોય છે. ત્યારે ગતરોજ ચેકિંગ દરમિયાન નારાયણ સાઈની બેરેક પાસેથી મોબાઈલ ફોન મળી આવતા પોલીસે નારાયણ સાઈ સહીત 5 આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાજપોર ગુજરાતની સૌથી હાઈટેક જેલમાં ગણવામાં આવે છે. સુરતની આ જેલ લાજપોરને જેલ કહેવી કે મોબાઇની શોપ તે સમજવું મુશ્કેલ પડી રહ્યુ છે. કારણકે આ હાઇટેક જેલમાંથી અવાર નવાર મોબાઇલ ફોન મળી આવવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગતરોજ જેલમાંથી ફરી એકવાર મોબાઇ ફોન મળી આવ્યો છે. લાજપોર જેલના તંત્ર દ્વારા તપાસ કરી ત્યારે જેલમાં રહેલા આ આરોપીના બેરેકમાં ટોઇલેટના ડોર પાસેથી 1 મોબાઇલ મળ્યો હતો. આ મોબાઇલ બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા પામેલો નારાયણ સાંઇ સહિત 5 પાકાકામના કેદીઓ ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેના આધારે પોલીસે બળાત્કારના ગુનાનો આરોપી નારાયણ સાંઇ, સુરત ગેંગરેપનો આરોપી તારીક કૂતુબુદ્દીન સૈયદ, અમદાવાદમાં હત્યાનો આરોપી મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગદીયા અને નવીન દલપત ગોહિલ સામે સચિન પોલીસ સ્ટેશમાં ગુનો નોંધ્યો છે.


આ રહી અમદાવાદથી કેવડિયાના સી પ્લેન ટ્રીપની ભાડાથી લઈને શિડ્યુલની આખી માહિતી 


સચિન પોલીસે મોબાઈલ ફોન કબ્જે કરી તપાસ શરૂ કરી છે જો પોલીસ દ્વારા મોબાઈલ ફોન ની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તો નવાઈ નહિ પણ પોલીસ શું તપાસ કરશે ખરી તે એક મોટો સવાલ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube