સુરત: રોડ પર જઇ રહેલા યુવકના હાથમાંથી જ મોબાઇલ ઝુંટવી લૂંટારૂઓ ફરાર
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે
સુરત : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે. સતત પોલીસ ચોપડે ફરિયાદો પણ નોંધાઈ રહી છે, ત્યારે સુરત શહેરના વરાછા વિસ્તારના મુખ્ય રોડ પર ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ થયું હતું. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર એક યુવક રોડ પર ચાલતો જઇ રહ્યો હતો તેજ સમયે મોટરસાયકલ પર આવેલા એક શખ્સ તે યુવકના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ સ્નેચરને પકડવાનો પ્રયાસ પણ યુવક તેની પાછળ દોડી કર્યો હતો. જોકે, સ્નેચર ભાગવામાં સફળ થયા હતા. મોબાઈલ સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ગુજરાત : આનંદની હેલી લાવતો વરસાદ આ વર્ષે ખેડૂતોને હજુ રડાવી રહ્યો છે
ડુંગરપુરની કેનાલમાંથી મહિલા પુરૂષનાં મૃતદેહ મળી આવતા ચકચાર
સમગ્ર ઘટના અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહત્વની વાત એ છે કે સુરતમાં દરરોજ મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ બની રહી છે. પોલીસ ચોપડે ફરિયાદો પણ નોંધાઈ રહી છે, બીજી તરફ પોલીસ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી રહી છે, પરંતુ જલ્દીથી રૂપિયા કમાવવાના ચક્કરમાં ગુનાઓ સતત થઈ રહ્યા છે. જો કે પોલીસ તમામ કિસ્સાઓ ઉકેલી શકતી નથી. આ ઉપરાંત અનેક દુકાનો એવી છે જે ચોરાયેલા મોબાઇલનાં સોફ્ટવેર બદલીને સેકન્ડમાં આ મોબાઇલ વેચી દે છે. જેથી મોબાઇલના ચોરો બેફામ બન્યા છે. પરંતુ પોલીસ મુખ્ય દુકાનદારોને પકડવાના બદલે નાના નાના ચોરોને પકડે છે.