ડુંગરપુરની કેનાલમાંથી મહિલા પુરૂષનાં મૃતદેહ મળી આવતા ચકચાર

મૃતક પુરૂષ અને મહિલા સાથે બાઇક પણ મળી આવી છે, જો કે પોલીસ હાલ બાઇકનાં આધારે બંન્નેની ઓળખ કરવા માટેના પ્રયાસો કરી રહી છે

Updated By: Oct 29, 2019, 04:30 PM IST
ડુંગરપુરની કેનાલમાંથી મહિલા પુરૂષનાં મૃતદેહ મળી આવતા ચકચાર

બનાસકાંઠા : જીલ્લાના અમીરગઢ ખાતે આવેલા ડુંગરપુર ગામની સીમમાંથી બે લોકોનાં મૃતદેહો મ8ળી આવતા અરેરાટી ફેલાઇ ગઇ છે. ગામની સીમમાંથી મહિલા અને પુરૂષનાં મૃતદેહો મળી આવતા ગામલોકોએ તત્કાલ પોલીસને જાણ કરી છે. પ્રાથમિક દ્રષ્ટીએ બંન્નેના અકસ્માતે મોત થયું હોવાનું લાગી રહ્યું છે. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા તત્કાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. 

સૌરાષ્ટ્ર આ વિસ્તારોમાં વરસાદની આગાહી, એક તોફાન ફંટાયુ ત્યાં બીજાનું સંકટ

વડોદરાના પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 5નાં મોત નિપજ્યા
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આસપાસનાં વિસ્તારની તપાસ હાથ ધરી છે. બંન્નેનાં મૃતદેહોને પોસ્ટમોર્ટ માટે હોસ્પિટલ ખસેડવામં આવ્યા છે. નહેરમાંથી બાઇક પણ કબ્જે લેવામાં આવ્યું છે. બાઇકનાં આધારે પોલીસ હાલ આગળ તપાસ ચલાવી રહી છે. જો કે પોલીસ પ્રાથમિક દ્રષ્ટીએ અકસ્માતે મોત થયું હોવાનું લાગી રહ્યું છે. હાલ તો પોલીસે બાઇક કબ્જે કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.