મોડાસા : સાયરા ગામની યુવતીનાં અપહરણ મુદ્દે પોલીસને 11માં દિવસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આજે આ ઘટનાનો 12માં દિવસે સમગ્ર મુદ્દો અત્યંત ગુંચવાયેલો છે. જો કે યુવતીનાં પરિવાર અને સમાજનાં લોકોમાં ભારે રોષ છે. પરિવારે કહ્યું કે, યુવતી એકલી ઝાડ પર કેવી રીતે ચડી શકે ? ચડીને ફાંસો કઇ રીતે ખાઇ શકે ? પરિવારજનો બધા ભેગામળી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને દેખાવો કર્યા હતા. પરિવારનો આરોપ હતો કે આ સમગ્ર ઘટનામાં ન માત્ર પીઆઇ પરંતુ એસપી પણ ગોળ ગોળ વાતો કરે છે. તેઓ કોઇ પણ પ્રકારનું નિવેદન આપવા માટે તૈયાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 દિવસ પણ નહી રોકાતા સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં 4 મહિના રોકાયા જાણો કેમ?

મોડાલા રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટરની બદલી
સમગ્ર મુદ્દે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ સરકારની મંશા પર પણ ખુબ જ સવાલો ઉઠી રહ્યા છે. મોડાસા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે રબારીની તત્કાલ અસરથી બદલી કરવામાં આવી છે. જો કે હોબાળો થયાની જાણ થતાની સાથે જ એસસી-એસટી સેલનાં ડીવાયએસપી એસ.એસ ગઢવી મોડાલા રૂરલ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. પરિવારજનો અને સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.


તંત્રના અનેક વિભાગો દ્વારા સસ્તા અનાજની દુકાન માલિકોની ખોટી રંજાડની રાવ

અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત
પોલીસ તંત્રની કામગીરી સામે આરોપીઓને છાવરવા અને ઢીલી નીતિ અપનાવનાર એસપી અને જવાબદારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. સમગ્ર કેસની તપાસ સીટને સોંપવા માટેની અગ્રણીઓએ માંગ કરી હતી. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. જો કે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંબોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube