સમીર બલોચ/અરવલ્લી: મોડાસા ખાતે ડુગરવાળા ચોકડી પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાંથી ગત શુક્રવારે  મોબાઈલ તેમજ અન્ય માલસામાન સહીત કુલ 13.24 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી ત્યારે પોલીસે આ ચોરી અંગે ફરિયાદ નોંધી ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર ત્રણ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમીન પર કબજાના મામલે રેલવેએ હનુમાનજીને ફટકારી નોટિસ, કહ્યું- જગ્યા ખાલી કરો


મોડાસા ખાતે ડુંગારવાડા ચોકડી પાસે આવેલી પત્તીવાલા ટ્રેડિંગ કંપની નામની મોબાઈલ દુકાનમાં શુક્રવારે રાત્રી દરમિયાન ચોરીની ઘટના બની હતી જેમાં ચોર લોકો દુકાએ દુકાનમાં પ્લાયવુડનું પાટિયું તોડી તેમાંથી સેમસંગ કંપનીના મોબાઈલ નંગ 57 તેમજ સ્માર્ટ વોચ નંગ 5 સહીત કુલ 12.77 લાખની મતાની ચોરી કરી ભાગી છૂટયા હતા. 


અંબાલાલે કરી તારીખ સાથે ભયંકર આગાહી, મહાશિવરાત્રી બાદ આ વિસ્તારોનું આવી બનશે!


સમગ્ર મામલે વહેલી સવારે મોબાઈલ દુકાન માલિકને જાણ થતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરાઈ હતી જે આધારે પોલીસે ઘટના અંગે ચોરીનો ગુનો નોંધી ચોર ઈસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા સમગ્ર કેસની તપાસ એલસીબી પોલીસે ચાલુ કરી હતી.


પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા શહેરમાં લાગેલા નેત્રમ કેમેરા તેમજ પોકેટ કોપની મદદથી મળેલ બાતમી આધારે પોલીસે ચોરી થયાના ગણતરીના કલાકોમાં ગુનામાં સામેલ સાબરકાંઠાના બે અને મોડાસાનો એક એમ કુલ ત્રણ ચોરોને ઝડપી પાડયા છે પોલીસે ચોરો પાસેથી ચોરી કરેલા મોબાઈલ તેમજ અન્ય સમાન સહીત કુલ 13.24 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.


બાબા વેંગાની સૂર્યને લઈને ભવિષ્યવાણી સાચી પડી, 2023ને લઈને કર્યાં ચોંકાવનારા દાવા


આ ગુનામાં ઘર કા ભેદી લંકા ઢાયે જેવો ઘાટ જોવા મળ્યો છે આ ગુનામાં ઝડપાયેલા મોહમ્મદ સાહિલ ઝહીર અબ્બાસ પઠાણ નામનો શખ્સ આજ મોબાઈલની દુકાનમાં નોકરી કરતો હતો અને તેને અન્ય સાબરકાંઠાના ઈરફાન બિલાલભાઈ પઠાણ અને મનીષ અમરતભાઈ પરમાર ને બોલાવી ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો.