Baba Vanga Horoscope: બાબા વેંગાની સૂર્યને લઈને ભવિષ્યવાણી સાચી પડી, 2023ને લઈને કર્યાં ચોંકાવનારા દાવા

Baba Vanga 2023 Horoscope Prediction: આ લેખમાં તમે જાણશો બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી 2023ની કેટલીક ખાસ ભવિષ્યવાણીઓ જે હવે લોકોને ડરાવી રહી છે. પરંતુ આ વાત કેટલી સાચી પડે છે તે તો સમય જણાવશે. 

Baba Vanga Horoscope: બાબા વેંગાની સૂર્યને લઈને ભવિષ્યવાણી સાચી પડી, 2023ને લઈને કર્યાં ચોંકાવનારા દાવા

નવી દિલ્હીઃ તાજેતરમાં જ સામે આવેલ સૂર્યનો એક ભાગ તૂટી જવાની ઘટનાએ વૈજ્ઞાનિકોને હેરાન કરી દીધા છે. 2023માં બનેલી આ ઘટનાને બાબા વેંગાની ભવિષ્યવાણી સાથે પણ જોડવામાં આવી રહી છે. હકીકતમાં, બલ્ગેરિયાના ભવિષ્ય કહેનાર બાબા વેંગા તેમની આગાહીઓ માટે વિશ્વભરમાં જાણીતા છે. પ્રખ્યાત બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. તેથી જ તેને બાલ્કન પ્રદેશનો નોસ્ટ્રાડેમસ પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં, બાબા વેંગા બીજા વિશ્વ યુદ્ધથી તેમના મૃત્યુ (1996) સુધી ખૂબ જ પ્રખ્યાત થયા. બાબા વેંગાએ તેમના અનુયાયીઓને 5079 સુધીની ભવિષ્યવાણીની સ્થિતિ જણાવી હોવાનું કહેવાય છે. હવે વાત અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદાના 9/11ના હુમલાની હોય, ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ બને ત્યાં સુધી તેમની ભવિષ્યવાણી સાચી પડી છે. જોકે બાબા વેંગાએ સત્તાવાર રીતે તેમની ભવિષ્યવાણીઓ રેકોર્ડ કરી ન હતી, તેમ છતાં તેણે ખરેખર શું કહ્યું તે અંગે હજુ પણ ચર્ચા છે. આ લેખમાં, તમે બાબા વૈંગા દ્વારા કરવામાં આવેલી 2023ની કેટલીક ખાસ ભવિષ્યવાણીઓ જાણશો જે હવે લોકોને ડરાવે છે. પરંતુ તે કેટલા સાચા સાબિત થાય છે તે તો સમય જ કહેશે.

વિનાશકારી સૌર તોફાન
2023 માટે બાબા વેંગાની સૌથી ચિંતાજનક અને ખુબ ભયાનક ભવિષ્યવાણીઓમાંથી એક છે સૌર તોફાનની ભવિષ્યવાણી. બાબા વેંગા પ્રમાણે 2023માં સૌર તોફાન આવશે જે એક મોટા વિનાશનું કારણ બની શકે છે. આ દરમિયાન સૂર્યમાંથી નિકળનાર ઉર્જાના વિસ્ફોટથી નિકળેલ ખતરનાક રેડિએશન પૃથ્વી પર પડશે. આ રેડિએશન અબજો પરમાણુ બોમ્બ જેટલા વિનાશકારી હોઈ શકે છે. 

પૃથ્વી પર પહોંચશે એલિયન્સ
બાબા વેંગાની ભવિષ્યવાણી પર ધ્યાન આપવામાં આવે તો 2023માં એલિયન્સ પૃથ્વી પર આવી શકે છે. દુનિયા અંધારામાં ઢંકાઈ જશે. સાથે તેમણે દાવો કર્યો કે જો એલિયન્સ પૃથ્વી પર આવે છે તો લાખો લોકોના મોતનું કારણ બની શકે છે. 

પૃથ્વી ધરી ફેરવી શકે છે
2023 માટે બાબા વેંગાની આગાહી અનુસાર, સૂર્યની આસપાસ ફરતી પૃથ્વી આ વર્ષમાં પોતાનો માર્ગ બદલી શકે છે. ખરેખર, પૃથ્વી પર આવા ફેરફારો દર હજારો વર્ષમાં એકવાર થાય છે. પૃથ્વીની ભ્રમણકક્ષામાં થોડો ફેરફાર થવાની અસર ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

લેબમાં થશે બાળકનો જન્મ
બાબા વેંગાની ભવિષ્યવાણી પ્રમાણે 2023માં મનુષ્યોના બાળકો પ્રયોગશાળામાં વિકસિત થવા લાગશે. વિજ્ઞાનની સતત થઈ રહેલી પ્રગતિને જોતા અંદાજ લગાવી શકાય છે કે લેબમાં શિશુઓની પેદા થવાની અવધારણા વર્તમાનમાં સાચી સાબિત થઈ શકે છે. 

બાયો હથિયારનું પરીક્ષણ
બાબા વેંગાએ 2023ની પોતાની ભવિષ્યવાણીમાં તે પણ કહેવામાં આવ્યું છે કે એક મોટો દેશ મનુષ્યો પર બાયોવેપન પરીક્ષણ કરી શકે છે. આ પરીક્ષણથી હજારોની સંખ્યામાં મનુષ્યોના મોત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news