અમદાવાદ :કેન્દ્રમાં ફરી એકવાર મોદી-શાહની જોડી ચમકી ગઈ છે. આજે નવા મંત્રીઓને ખાતાઓની લ્હાણી કરવામાં આવી હતી, જેમાં અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. ગત કેબિનેટમાં રાજનાથ સિંહના સિરે આ જવાબદાર હતી, ત્યારે હવે તેમને રક્ષા મંત્રી બનાવતા ગૃહ મંત્રાલય અમિત શાહને સોંપાયું છે. આમ, મોદી સરકારમાં અમિત શાહ નંબર 2ની પોઝિશન પર પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી મોદી બાદ દેશના સૌથી મોટા નેતા અને દેશના ગૃહમંત્રી તરીકે અમિત શાહને જવાબદારી સોંપવામાં આવી છે. આમ, સરકારમાં આ જોડી ફરીથી રિપીટ થઈ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અમિત શાહ ગુજરાતમાં ગૃહરાજ્ય મંત્રીના હોદ્દા પર હતા.  


અમિત શાહને ગૃહ મંત્રાલય, તો માંડવિયા અને રૂપાલાને સોંપાયા આ મહત્વના વિભાગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહને કેબિનેટમાં નંબર ટૂનું સ્થાન મળતા ગુજરાતનું વર્ચસ્વ વધ્યું છે. એ જાતો કહી શકાય કે, કેન્દ્રમાં ગુજરાતનો દબદબો વધ્યો છે. કેન્દ્રમાં હાલ નંબર 1 અને નંબર 2 બંને પોઝિશન ગુજરાતીઓ પાસે છે. બંને અમદાવાદમાં ભાજપના પાયાના કાર્યકર્તાઓ ગણાય છે. 2001માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ અમિત શાહનો સિતારો ઉગ્યો હતો. કારણ કે, તેના બીજા જ વર્ષે અમિત શાહને ગુજરાતમાં રચાયેલી આ સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ જોડીએ વર્ષો સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેના બાદ કેન્દ્રમાં પણ આ જોડી ગેમ ચેન્જર બની છે. 2014માં બંનેએ દિલ્હીની વાટ પકડી ત્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા, અને અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ. આ બંને નેતાઓની ખાસિયત એ છે કે, બંનેની પ્રજા પર બહુ જ સારી પકડ છે. 


શપથ લેતા સમયે મનસુખ માંડવિયાએ કરી હતી ભૂલ, રાષ્ટ્રપતિ કોવિંદે તરત તેમને ટપાર્યા હતા


એક સમયે એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને જેલમાં પણ જવુ પડ્યું. અમિત શાહ સત્તાના એકએક પાઠ નરેન્દ્ર મોદી પાસેથી બહુ જ ચીવટપૂર્વક અને બારીકાઈથી શીખ્યા છે. તેથી જ અમદાવાદના કાર્યાલયથી લઈને વાયા ગુજરાત થઈ દિલ્હીની ગાદી સુધી તેઓ પહોંચી શક્યા. 2019ના ઈલેક્શનમાં ભાજપની જંગી જીત અપાવવામાં જેટલો રોલ પીએમ મોદીનો છે, તેટલો જ ફાળો અમિત શાહનો રહ્યો છે. બંનેની ચાણક્યવાળી રાજનીતિ અને સતત કરેલી સભા દ્વારા જ ભાજપને આ જશ મળ્યું છે. એટલે જ, અમિત શાહને નરેન્દ્ર મોદીના હનુમાન કહેવાય છે.