કિંજલ મિશ્રા/અમદાવાદ: વર્ષ ૨૦૧૯ ના મહાભારત માટે ભાજપ કર્ણાટકની ચૂંટણીઓને અગ્નિ પરીક્ષાનો સ્વરૂપમાં લઈ રહી છે બિલકુલ એ જ રીતે જે રીતે ગુજરાતની ચૂંટણીની ભાજપ એ ગંભીરતાથી લીધી હતી છેલ્લા એક મહિનાના અમિત શાહના કર્ણાટક પ્રવાસ બાદ હવે તેઓ ગુજરાત પાછા આવ્યા છે. જોકે ગુજરાતમાં પ્રવાસની શરૂઆત તેમણે સોમનાથ ભગવાનના દર્શન સાથે કરી છે પોતાના પરિવાર સાથે તેઓ આજે સોમનાથ મંદિર ના દર્શને પહોચ્યા હતા,આખરે શુ છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ગુજરાત વિધાન સભાની ચૂટંણીને પણ આવખતે ભાજપે પોતાની નાકનો સવાલ બનાવી દીધો હતો ખાસ કરીને એટલા માટે પણ કારણ કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ભૂમિ પરથી આવતા હતા. પીએમ નરેન્દ્ર મોદીના શિવભક્તીથી તો સૌ કોઇ જાણકાર છે. 1990 મા જ્યારે  એલ કે આડવાણી ભાજપના રાષ્ટ્રીય અદ્યક્ષ હતા ત્યારે આ સોમનાથથી જ રામમંદિર યાત્રાની ઓક્ટોબર 1990મા શરૂઆત થઇ હતી.

જ્યાં નરેન્દ્ર માોદી યાત્રાના સારથી હતા.. વાત  કેદારનાથની હોય કે બનારસના કાશી વિશ્વનાથની હોય કે ઉજ્જૈનના મહાકાલ મંદિરની હોય પોતાની શીવભક્તીને ભરપુર રીતે નરેન્દ્ર મોદીએ લોકો સામે બતાવી છે વાત કરીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહની તો પીએમ મોદી ની ટીમ ના ચાણક્ય અને અત્યાર સુધી પાર્ટીના સફળ રાષ્ટ્રીય અધ્યક્ષ માનવાના આવે છે ગુજરત વિધાન સભા નીચૂંટણી ના 3 મહિના પહેલા ભાજપની કારોબારી સોમનાથ મા યોજાઇ હતી.

જ્યા અમિત શાહે  કાર્યકર્તાઓને જીત માટેના ક્લાસ લીધા હતા. સાથે જ પાર્ટી દ્વારા કાઇ જ ખોટુ ન થયુ હોવાથી સામે  છાતીએ લડવા ચૂટંણીના જંગમા ઉતરવા આહવાન કર્યુ હતુ. જ્યા  એક તરફ શાહે કાર્યકર્તાઓમા વિષમ પરિસ્થતિ વચ્ચે ટકી રહેવાનુ મનોબળ પૂરુ પાડ્યુ હતુ ત્યા બીજી તરફ ભાજપની જીત માટે સોમનાથ દાદાને માથુ ટેકવી ભાજપની ટીમ સાથે જીત ની પ્રાર્થના કરીને ધ્વજા પણ ચઢાવી હતી.

તો પીએંમ નરેન્દ્ મોદીએ પણ પોતાના ચુંટણી પ્રચારની શરૂઆત સોમનાથ થી કરી હતી.  હાલમા કર્ણાટકની જનતાએ પોતાની સરકારની પસંદગી કરવા મતદાનનુ મન બનાવી લીઘુ છે ત્યારે ફરી એક વાર અમિત શાહે દાદા ના દરબારમા હાજરી આપી છે અને ગુજરાતન જેમ કર્ણાટકમા પણ ભાજપની ભવય જીત માટે પ્રાથર્ના કરી છે. ત્યારે સોમનાથ દાદા ફરી એક વાર શાહ- મોદીને ફળશે કે નહી કે ચૂંટણીના પરિણામો જ બતાવશે.