ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેકવાર જાહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કરતા હોય છે. ત્યારે પીએમ મોદીએ ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રીના વખાણ કર્યાં છે. તેમણે પત્ર લખીને કહ્યું કે, ગુજરાતમાં તમે માત્ર 200 દિવસમાં જ જનહિત અને ગરીબોના કલ્યાણ માટે લીધેલા નિર્ણયો સરાહનીય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ લખેલા પત્ર અનુસાર, પીએમ મોદીએ ગુજરાતના લોકો દ્વારા અપાયેલ અપાર સ્નેહનો આભાર વ્યક્ત કરીને માર્ચ મહિનામાં પોતાની ગુજરાત યાત્રાને યાદ કરી હતી. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કોવિડ-19 સામે રસીકરણમાં ગુજરાત દ્વારા કરાયેલી કામગીરીના વખાણ કર્યાં. સાથે જ ગુજરાતે કોવિડ-19 મહામારી સામે લડવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ થયેલી કામગીરીના પણ વખાણ કર્યાં.


આ પણ વાંચો : ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસ : કોર્ટમાં મુદ્દત પડી, હવે 21 એપ્રિલે આવશે ચુકાદો


પીએમ મોદીએ પત્રમાં પોતાની મુલાકાત દરમિયાન ગામના સરપંચોને મળવાના અવસરનો ઉલ્લેખ કર્યો. તેમજ સરપંચો દ્વારા કરાયેલી પ્રોત્સાહક કામગીરી તેમજ તેમની મહેનત માટે ખુશી પણ વ્યક્ત કરી. તેમણે કહ્યુ કે, મહિલા સરપંચો દ્વારા થયેલી કામગીરીથી મહિલા સશક્તિકરણની દિશામાં આમૂલ પરિવર્તન લાવશે. સાથે જ તેમણે નેશનલ રક્ષા યુનિવર્સિટીનો ઉલ્લેખ કરીને કહ્યુ કે, આ યુનિવર્સિટી આપણી નવી શિક્ષા પ્રણાલીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.  


પત્રમાં તેણે ખેલ મહાકુંભના 11 માં સંસ્કરણના ઉદઘાટન સમારોહને પણ યાદ કર્યું, કહ્યું કે, તે ગુજરાતને સ્પોર્ટસ હબ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ છે. માર્ચમાં પોતાની ગુજરાત મુલાકાતને યાદ કરતા તેમણે રોડ શોમાં મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદના પણ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે, આ જનમેદની લોકોના તેમના પ્રતિ વિશ્વાસનુ પ્રતીક છે. આકરી ગરમી છતાં મોટી સંખ્યામાં લોકો તેમને આર્શીવાદ આપવા પહોચ્યા હતા. તે બદલ આભાર.


આ પણ વાંચો : 


ભડકે બળી રહ્યુ છે ગુજરાત, ખંભાત-હિંમતનગર બાદ માણસાનું ઈટાદર સળગ્યું


ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસ : કોર્ટમાં મુદ્દત પડી, હવે 21 એપ્રિલે આવશે ચુકાદો