અનોખા મોદી ભક્ત : એર સ્ટ્રાઈક બાદ ગ્રાહકોને ખવડાવ્યા મફત ‘મોદી પેંડા’
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો તો ભારતભરમાં જોવા મળે છે, ત્યારે જામનગરના પણ એક અનોખા મોદી ભક્તે પોતાનો મોદી પ્રેમ એક અનોખી રીતે દર્શાવી રહ્યો છે. આ મોદી પ્રેમી અંગે વાત કરવામા આવે તો મોદીજીની આકૃતિવાળા પેંડા બનાવી જામનગરના નામાંકિત શિખંડ સમ્રાટ મીઠાઇવાલા દ્વારા દુકાને આવતા તમામ ગ્રાહકોને વિનામૂલ્યે મોદીજીની આકૃતિવાળા પેંડા ખવડાવી રહ્યા છે. પીએમ મોદીની એર સ્ટ્રાઈકની કામગીરીને તેમણે આવી અનોખી રીતે ઉજવી છે. એર સ્ટ્રાઇકથી લઈને અત્યાર સુધીમાં અંદાજે 150 કિલોથી પણ વધુ પેંડા લોકોને વિનામૂલ્યે આ મોદી ભક્ત દ્વારા ખવડાવવામાં આવ્યા છે.
મુસ્તાક દલ/જામનગર :ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો તો ભારતભરમાં જોવા મળે છે, ત્યારે જામનગરના પણ એક અનોખા મોદી ભક્તે પોતાનો મોદી પ્રેમ એક અનોખી રીતે દર્શાવી રહ્યો છે. આ મોદી પ્રેમી અંગે વાત કરવામા આવે તો મોદીજીની આકૃતિવાળા પેંડા બનાવી જામનગરના નામાંકિત શિખંડ સમ્રાટ મીઠાઇવાલા દ્વારા દુકાને આવતા તમામ ગ્રાહકોને વિનામૂલ્યે મોદીજીની આકૃતિવાળા પેંડા ખવડાવી રહ્યા છે. પીએમ મોદીની એર સ્ટ્રાઈકની કામગીરીને તેમણે આવી અનોખી રીતે ઉજવી છે. એર સ્ટ્રાઇકથી લઈને અત્યાર સુધીમાં અંદાજે 150 કિલોથી પણ વધુ પેંડા લોકોને વિનામૂલ્યે આ મોદી ભક્ત દ્વારા ખવડાવવામાં આવ્યા છે.
જામનગરની ખૂબ જ નામાંકિત મીઠાઈ સ્ટોરના માલિક હિતેશ ચોટાઇ તેમજ પરિવાર દ્વારા મોદીજી પ્રત્યેનો તેમનો પ્રેમ અનોખી રીતે જ છેલ્લા ઘણા સમયથી દર્શાવવામાં આવી રહ્યો છે. તેમની મોદીભક્ત તરીકેની તેમની છાપ જામનગર નહિ, પરંતુ અન્ય વિસ્તારોમાં જ પણ ખૂબ પ્રખ્યાત થઈ છે. તાજેતરમાં જ પાકિસ્તાન પર કરવામાં આવેલા એર સ્ટ્રાઈક જેવી સરાહનીય કામગીરીને બિરદાવવા ભારતભરમાં જ્યારે જશ્નનો માહોલ છે, એવા સમયે જામનગરના આ અનોખા મોદીભક્ત હિતેશભાઈ દ્વારા પોતાની દુકાને આવતા ગ્રાહકોને મોદીજીની આકૃતિમાં બનાવેલ કેસર અને માવાના પેંડા વિનામૂલ્યે ખવડાવવામાં આવી રહ્યા છે.
[[{"fid":"207027","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ModiPenda2.JPG","field_file_image_title_text[und][0][value]":"ModiPenda2.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ModiPenda2.JPG","field_file_image_title_text[und][0][value]":"ModiPenda2.JPG"}},"link_text":false,"attributes":{"alt":"ModiPenda2.JPG","title":"ModiPenda2.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]
મોદીજીના પેંડા બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે હિતેશભાઇ ચોટાઈએ જણાવ્યું કે, મોદીની ઇમેજ અને આકૃતિવાળા પેંડા બનાવવા માટે સૌપ્રથમ તેમણે ડાઈ બનાવવી પડી હતી. આ ડાઈ બનાવવા માટે અંદાજે સાતેક દિવસ જેટલો સમય લાગ્યો હતો. જ્યારે આકૃતિમાં પેંડાની અંદર ખૂબ જ બારીકાઇથી કામ કરવાનું હોઈ, અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેના બાદ એક ફાઈનલ ડિઝાઈન નક્કી કરાઈ હતી. દુકાને આવતા ગ્રાહકોને આ મોદીજીનો પેંડો ખૂબ હર્ષ અને ખુશીથી વિનામૂલ્યે ખવડાવવામાં આવે છે. એટલુ જ નહિ, પીએમ મોદીના જન્મદિને પણ આ પેંડા ફ્રીમાં ખવડાવાય છે. તેમણે કહ્યું કે, હા હું ગર્વથી કહું છું કે હું મોદી ભક્ત છું....
[[{"fid":"207028","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ModiPendaJamnagar.JPG","field_file_image_title_text[und][0][value]":"ModiPendaJamnagar.JPG"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ModiPendaJamnagar.JPG","field_file_image_title_text[und][0][value]":"ModiPendaJamnagar.JPG"}},"link_text":false,"attributes":{"alt":"ModiPendaJamnagar.JPG","title":"ModiPendaJamnagar.JPG","class":"media-element file-default","data-delta":"2"}}]]
જોકે જામનગરના શિખંડ સમ્રાટ મીઠાઈવાળાના આ અનોખા મોદી પ્રેમને તેની દુકાને આવનારા ગ્રાહકો પણ બિરદાવી રહ્યા છે અને ખૂબ જ હોંશે હોશે જ્યારે મીઠાઈની ખરીદી કરવા આવે છે ત્યારે મોદીજીની આકૃતિ વાળો પેંડો હાથમાં લઇ લઇને તેનો અભ્યાસ કરી પોતાના મોં પણ મીઠું કરે છે...મીઠાઇની દુકાનો તો ઘણી જામનગરમાં આવેલી છે પરંતુ આ અનોખા મોદી ભકતની મીઠાઈની દુકાનની મુલાકાત લઈને જોવા મળતા અનોખા માહોલને પણ ગ્રાહકો દ્વારા આવકાર આપવામાં આવે છે...અને તે પણ મોદીજીથી પ્રત્યે પ્રેરિત થાય છે..જ્યારે હાલ મોદીથી તમામ યુવાઓના એક યુથ આઇકોન બન્યા છે અને હર કોઈ તેમનાથી તેમજ તેમની કામગીરીથી પ્રેરણા લઇ આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ ફરીથી મોદી સરકાર આવે તેવી પણ આશા વ્યક્ત કરી રહ્યા છે.