ઉદય રંજન/અમદાવાદ: સિંધુ ભવન રોડ ઉપર જાહેરમાં એક યુવતીને માર મારતા વાયરલ થયેલા વિડિયો આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી મોહસીન રંગરેજની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે ફરિયાદી યુવતી અને આરોપી ધંધાકીય પાર્ટનર હોવાને પગલે કર્મચારી અંગે બોલાચાલી થતાં મારામારી પર ઉતરી આવ્યા હતા. જોકે પોલીસે વાયરલ થયેલા વિડિયો અને ધૃણાસ્પદ ઘટનાને પગલે તાત્કાલિક એક્શન માં આવતા નજરે પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના મંજુસર ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો; ગણપતિ વિસર્જન સમયે વાતાવરણ ડોહળાયું


પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીને ધ્યાનથી જુઓ આરોપીનું નામ છે મોહસીન રંગરેજ મૂળ દાણીલીમડા વિસ્તાર નો રહેવાસી છે. મોહસીન રંગરેજ અને ફરિયાદી યુવતી છેલ્લા ત્રણેક વર્ષથી ધંધાકીય પાર્ટનર હતા અને સલૂન અને સ્પામા પાર્ટનરશીપ માં વ્યવસાય પણ કરતા હતા. 


ગાંધીધામમાંથી 800 કરોડનું 80 કિલો ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ;ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક જથ્થો


જોકે ફરિયાદી યુવતીએ સ્પામાં કામ કરતી એક મહિલા કર્મચારીને ઉગ્રતાથી બોલતા આરોપી મોસીન રંગરેજ ને લાગી આવતા કર્મચારીને કંઈ પણ ન કહેવા માટે ફરિયાદી મહિલાને કહ્યું હતું. પરંતુ તે દરમિયાન બંને વચ્ચે તકરાર થતા મામલો બિચક્યો હતો અને જાહેરમાં જ આરોપી મોસીન રંગરેજ ફરિયાદી મહિલાને માર મારવા લાગ્યો હતો.આ ઘટના સમય ના વિડીયો  અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.


લવજેહાદમાં હત્યાનો ખેલ? ભાવનગરમાં રખડતાં ઢોરના આતંકથી યુવતીના મોતમાં મોટો ખુલાસો


મળતી માહિતી અનુસાર આરોપી મોહસીન રંગરેજ ફરિયાદીને ધમકાવતો હોવાનું પણ સામે આવ્યું હતું બાદમાં પોલીસ ને ફરિયાદ નહીં કરવા ધમકી આપતો હતો. જો કે પોલીસે ફરિયાદી યુવતી ને ફરિયાદ આપવા માટે કાઉન્સિલિંગ પણ કર્યું અને આખરે મહિલાની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. જોકે આ દરમિયાન પણ ફરિયાદી મહિલા પોલીસ ને ફરિયાદ નહીં આપવા અને અંદરો અંદર પતાવટ કરી સમાધાન કરી લેવાના ફિરાકમાં હતી. જે માટે પોલીસ સ્ટેશનથી નીકળી મોહસીન ને મળવા જવાનું પણ નક્કી કર્યું હતું. 


આવી ગઈ અંબાલાલની નવી આગાહી; શનિવારથી સક્રિય થશે વાવાઝોડા, ઓક્ટોબર ગુજરાત માટે ભારે!


આ દરમિયાન પોલીસને પણ મહિલા મોહસીન  ને મળવા જવાની હોવાનું ધ્યાને આવતા તેનો પીછો કરી ગુરુદ્વારા પાસેથી આરોપી મોહસીન રંગરેજ ની અટકાયત કરી હતી. આરોપીને બોડકદેવ પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા કેટલીક હકીકત પણ સામે આવી હતી કે બે દિવસ સુધી આરોપી મોહસીન રંગરેજ અમદાવાદ અને આણંદ ના ભાલેજ ગામમાં ગાડીમાં જ ફરતો રહ્યો હતો. જેથી કરી પોલીસે તેની ધરપકડ ન કરે બીજી તરફ પોલીસ ને આ મામલે ચોક્કસ હકીકત મળતા ફરિયાદી મહિલા આરોપી મોહસીન ને મળવા જાય તે દરમિયાન જ ગોઠવી તેની ધરપકડ કરી હતી.


મોતની ખાણ 4 મજૂરોને ભરખી ગઈ! સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના


મહત્વનું છે કે આ ઘટના બાદ પોલીસના કાયદો અને વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નાર્થ કરતા ઊભા થયા છે. ત્યારે સવાલ એ થાય છે કે મોડી રાત્રે બનેલી આ બનાવમાં પોલીસે પેટ્રોલિંગ કરતી હોવાના દાવા ભલે કરતી હોય પરંતુ રાત્રીના ત્રણ વાગ્યા સુધી આ પ્રકારના સ્પા કોની પરમિશનથી ખુલ્લા રાખવામાં આવતા હતા? અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ?


ગણપતિ વિસર્જન દરમિયાન ખંભાતમાં મોટી દુર્ઘટના; પ્રતિમા તારને અડી જતા 2ના મોત, 3 ગંભીર