ઉદય રંજન/અમદાવાદ: નવરંગપુરા પીજીમાં યુવતિની છેડતી મામલે આરોપી રોનકશાહની નવરંગપુરા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. રોનક શાહ નામનો આ આરોપી ઓનલાઇન ફૂડડિલિવરીનો વ્યવસાય કરતો હતો. અમદાવાદમાં બનેલા આ છેડતી કિસ્સા બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ છેતડી કરનાર નરાધમની ધરકપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.


ગુજરાતની રાજ્યસભાની બેઠકોના નામો કેન્દ્રીય પાર્લામેન્ટરીને મોકલાશે: નીતિન પટેલ


14 જૂનના રોજ આ ઘટના બની હતી. સી.જી.રોડ પર કમલનયન નામના એપાર્ટમેન્ટમાં અડધી રાત્રે એક યુવક ઘૂસી આવ્યો હતો. આ યુવકે પહેલા તો સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. યુવતી સૂઈ રહી હતી ત્યારે તેણે વિકૃત રીતે તેને સ્પર્શ કર્યો હતો. ત્યાર બાદ યુવક અન્ય એક રૂમમાં ગયો હતો. ત્યાં એક યુવતી વાંચી રહી હોવાથી તેનુ ધ્યાન ગયું હતું. આમ, યુવક તરત ત્યાંથી ભાગી ગયો હતો અને એપા્રટમેન્ટનાં પાર્ક કરેલી ગાડી લઈને નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટના ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં યુવક યુવતીને કેવી રીતે અડપલા કરી રહ્યો છે તે પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.



યુવતી અને સંચાલકે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. તથા ન તો આ મામલો બહાર લાવવામાં આવ્યો હતો. ગાંધીનગર મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનરને તપાસના આદેશ આપ્યા છે. મહિલા આયોગના અધ્યક્ષ લીના અંકોલિયાએ કહ્યું કે, આજે આ બનાવ અમારા ધ્યાનમાં આવ્યો છે. પીજીમાં મહિલા સંચાલકો રાખે, જેથી યુવતીઓની સુરક્ષા સચવાય. મેનેજમેન્ટ સામે પગલા લેવાય તે જોઈશું. અમે જાતે તપાસ કરીશું. દીકરીઓને મળીશું. આવી રીતે એકલી રહેતી અને હોસ્ટલમાં રહેતી યુવતીઓ સાથે તેમની તકલીફને લઈને વાત કરીશું. તેમજ આવા પીજી કેવી રીતે ચાલે છે તેની તમામ તપાસ અમે કરીશું.