અમદાવાદ: ગુજરાતી સીને જગતની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરની કારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં કારનું પડીકુ વળી ગયું છે. કચ્ચરઘાણ નીકળી ગયો છે. જો કે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરની કારને અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અકસ્માત નડ્યો. મોનલ જન્મદિવસની ટ્રીપ કરીને મિત્રો સાથે પરત ફરી રહી હતી. અકસ્માતમાં કારને ખુબ નુકસાન થયું છે પરંતુ સદભાગ્યે મોનલ કે અન્ય કોઈને ઈજાના અહેવાલ નથી. જે રાહતના સમાચાર છે. 



અત્રે જણાવવાનું કે મોનલ ગજ્જરે પોતાની કારકિર્દી બેંકમાં નોકરી કરીને શરૂ કરી હતી. સહકર્મીઓના પ્રોત્સાહનના કારણે ત્યારબાદ તેણે મોડલિંગમાં ડગ માંડ્યા અને દક્ષિણ ભારતની ફિલ્મોએ તેને અભિનેત્રી તરીકેની ઓળખ આપી હતી. હાલમાં જ રિલીઝ થયેલી રેવા ફિલ્મમાં મોનલનો અભિનય ખુબ વખણાયો હતો.