Gujarat Heavy Rains: દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, 19 જુલાઈ પછી 20 જુલાઈએ પણ ધોધમાર વરસાદને કારણે પાણી જ્યાં આસરવાના હતા ઓસર્યા તો નથી ઉપરથી આફત વધી ગઈ છે. બજાર, સોસાયટી, મહોલ્લા બધુ જ બેટમાં ફરવાયેલું જોવા મળી રહ્યું છે. જુઓ દ્વારકામાં આફતના વરસાદનો આ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી આફતના એંધાણ! આ વિસ્તારોને અપાયુ રેડ એલર્ટ, જાણો અંબાલાલની ડરામણી આગાહી


  • સાંબેલાધાર વરસાદ ક્યારે થશે બંધ?

  • દ્વારકામાં 2 દિવસથી દે ધનાધન

  • દ્વારકા શહેર બની ગયું છે સમુદ્ર!

  • સતત વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન

  • દ્વારકાવાસીઓની વધી રહી છે સતત ચિંતા

  • હાઈવે, બજાર, સોસાયટીમાં પાણી જ પાણી


'લોહીના સંબંધ પણ ક્યારેક દગો દે છે', રાજકોટમાં એક એવી ઘટના જે સાંભળીને ચોંકી જશો


છેલ્લા 2 દિવસથી દ્વારકામાં આફતનો વરસાદ એવો વરસી રહ્યો છે કે તેણે દ્વારકાનો સમુદ્ર બનાવી દીધું છે. સમુદ્ર કિનારે વસતી ભગવાન દ્વારિકાધિશની આ નગરી પાણી પાણી થઈ ગઈ છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચારે બાજુ પાણી ભરાયેલું છે. રોડ-રસ્તા અને હાઈવે પાણીમાં સમાઈ ગયા છે...તો જ્યાં ખેડૂતો આખુ વર્ષ મહેનત કરીને પોતાનો મહામુલો પાક ઉગાવે છે તે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયેલા જોઈ શકાય છે. આટલા વરસાદમાં પાક સંપૂર્ણ નાશ પામવાનો છે તે નક્કી છે.


કારના શોખીનો ખુશ થઈ જાઓ...કંપનીની નવી અલ્ટો લાવવાની તૈયારી, માઈલેજ જાણીને ઉછળી પડશો


આ શહેર છે કે પછી સ્વિમિંગ પુલ?
સમજાતું નથી કે બજારમાં પાણી ભરાયેલું છે કે પછી પાણીની અંદર બજાર બની છે? કારણ કે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખા બજારમાં કમર સુધી પાણી ભરાયેલા છે. અને પાણીને પાર કરીને જવા માટે લોકો મજબૂર બન્યા છે. મીરા નામની આ હોટલમાં પાણી પ્રવેશી ચુક્યા છે. હોટલ પાણીથી એટલી તરબોળ થઈ ગઈ છે કે તેમાં રહેલો તમામ સામાન ખરાબ થઈ ગયો છે. યાત્રિકોને ભારે હાલાકી ઉઠાવવી પડી હતી. તો શહેરીજનોની તો સ્થિતિ કેવી હશે તે દ્રશ્યો જોઈને જ સમજી શકાય છે.


વરસાદ ન આવતા મહિલાઓએ મહાદેવને ડુબાડ્યા, શિવલિંગને જળમગ્ન કરીને આજીજી કરી


વરસાદ આવો પણ હોય છે તે દ્વારકાએ બતાવી દીધું છે. દ્રશ્યો ઈસ્કાન વિસ્તારના છે. શહેરોમાં આવેલો આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી સાફ થઈ ગઈ છે. લોકો ઘરમાં ઘૂસી ગયેલું પાણી બહાર કાઢી રહ્યા છે. પરંતુ તેમની આ આફત ઓછી થાય તેમ લાગતું નથી.  દ્વારકાનું બજાર જગત મંદિર નજીક જ આવેલું આ મેન બજાર હાલ પાણીમાં સમાઈ ગયું છે. ઘૂંટણ સુધી ભરાયેલા પાણીને કારણે કોઈ બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. અનેક વાહનો પણ વરસાદમાં ખોટકાયા હતા. નાના વાહનો તો પાણીમાંથી પસાર થઈ શકે તેવી કોઈ સ્થિતિ જ નથી.


  • મેન બજાર પાણીમાં સમાઈ ગયું!

  • બજારમાં ભરાયેલા છે ઘૂંટણ સુધી પાણી

  • નાના વાહનો માટે સૌથી મોટી મુશ્કેલી 

  • ક્યારે ઓસરશે આ વરસાદી પાણી?

  • પુરના પાણીમાં તણાયો એક વ્યક્તિ

  • NDRFએ કર્યું દિલધડક રેકસ્યું


IPL: 4 ટીમો બદલશે પોતાના કેપ્ટન! રેસમાં ધૂરંધર ખેલાડીઓ, જાણો કોનું કપાઈ શકે પત્તું?


તો વરસાદની સૌથી ખૌફનાક તસ્વીર પણ તમે જોઈ લો. ભાટિયા ગામે એક વ્યક્તિ પુરના પાણીમાં તણાઈ ગયો હતો. જેને રેસક્યુ કરીને બચાવવામાં આવ્યો હતો. NDRFના જવાનોએ દિલધડક રેસક્યુ કરીને વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. દ્વારકામાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. જિલ્લામાં વિકટ બનેલી સ્થિતિ પર જિલ્લા કલેક્ટરને માહિતી આપી હતી.


સાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવા અંગે શામીએ તોડ્યું મૌન, આખરે ખુલીને કહી દિલની વાત


કલેક્ટરે જણાવ્યું કે, દ્વારકા જિલ્લામાં બે લોકોને બચાવવામાં આવ્યા, ભારે વરસાદથી કુલ 59 લોકોનું સ્થળાંતર કરાયું, અત્યાર સુધીમાં કુલ 3 પશુઓના મોત થયા, વરસાદમાં એક વ્યક્તિને પહોંચી ઈજા, કુલ 7 કાચા અને બે પાકા મકાનોને થયું નુકસાન, ભારે વરસાદથી 20 વીજ પોલને નુકસાન, વીજ પુરવઠાને અસર થઈ, અને નાના-મોટા 10 રસ્તાઓને નુકસાન થયું છે. આટલો અધધ વરસાદ પછી પણ મેઘરાજા ખમૈયા કરે તેમ લાગતું નથી. હવામાન વિભાગે આગામી દિવસો માટે રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે સ્થિતિ હજુ વધારે વિકટ બને તો નવાઈ નહીં....