Ambalal Patel Prediction : આવતી કાલથી ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થશે. પરંતું અત્યારથી જ ચોમાસાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આગામી 4 દિવસ રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં આજે સવારે 6થી 8 વાગ્યા સુધી 21 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ખેડાના વસો અને પંચમહાલના હાલોલમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે પણ ગુજરાતભરમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આજથી ૨ જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ આવશે. તો 26, 27, 28 જૂનથી વરસાદની ગતિ વધશે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ વરસાદ રહેશે. આવામાં નદીઓ, તળાવોમાં પણ પાણી આવશે. 8 જુલાઈ બાદથી વરસાદ હળવો થતો જશે. 


ગુજરાતની આ વાવ પાસેથી જો ગર્ભવતી મહિલા પસાર થાય તો પાપ ગણાય, માતાજી સપનામાં આવે છે


તો સાથે જ ખેડૂતો માટે હવામાન નિષ્ણાંતે એમ પણે જણાવ્યું કે, વાવણી કરી ચૂકેલા ખેડૂતો માટે સાચવવાની જરૂરિયાત છે. હાલના વરસાદથી ખેતરોમાં પાણી ભરાવવાની શક્યતા છે. વરાપ થયા બાદ ખેડૂતોએ વાવણી કરવી જોઈએ. 


જાદુ જેવુ છે ગુજરાતનું આ મંદિર, બાબા અમરનાથની જેમ ગુફામાં બિરાજમાન છે મહાદેવ


  • ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.80 ટકા પાણીનો સંગ્રહ....

  • મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 30.60 ટકા પાણીનો સંગ્રહ....

  • દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33.67 ટકા જળ સંગ્રહ....

  • સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 19. 24 ટકા જથ્થો ....


રાજ્યના 207 જળાશયોમાં 39.61 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં ધીમે ધીમે પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવર ડેમમાં  51.04 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતના માત્ર 4 જળાશયોમાં 90 કરતા વધુ પાણીનો જથ્થો છે. તો 199 જળાશયોમાં 70 ટકા કરતા ઓછુ પાણી છે. 


આજે તાપી મૈયાનો જન્મદિવસ : સૂર્યદેવના આંસુંમાંથી તાપીનો જન્મ થયો હોવાની છે લોકવાયકા


ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, જુઓ ચાર્ટમાં કયા જિલ્લામાં આવશે વરસાદ