જાદુ જેવુ છે ગુજરાતનું આ મંદિર, બાબા અમરનાથની જેમ ગુફામાં બિરાજમાન છે મહાદેવ

Gujarat Tourism ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર : કડાણા ડેમના પાણી ઘટતા નદીનાથ મહાદેવના થયા દર્શન.... 850 વર્ષ જૂનું મંદિર કડાણા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતા ખૂલ્યું. ૮૫૦ વર્ષ જૂનું નદીનાથ મહાદેવની આ ગુફા મંદિર માત્ર ડેમની જળ સપાટી ઘટતા જ દર્શન થાય છે. જ્યારે જ્યારે કડાણા ડેમની સપાટીમાં ધટાડો થાય છે ત્યારે ડેમ મા આવેલ મહાદેવના દર્શન થાય છે. અલૌકિક શિવજીની ગુફા 20 વર્ષ બાદ ગત વર્ષે અને આ વર્ષે ખુલ્લી જોવા મળી. કડાણા ડેમની જળ સપાટી ધટાડો થતા ગુફામાં મહાદેવના દર્શન થયા. ગત વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ નાવડીમાં બેસી જાય છે મહાદેવનાં દર્શનાર્થે.

1/12
image

મહીસાગર જીલ્લાના કડાણા ડેમની જળ સપાટીમા નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો જેમાં ડેમની મહત્તમ સપાટી ૪૧૯ ફૂટ છે જ્યારે હાલ તે ઘટી ૩૮૫.૫ ફૂટ પર આવી ગઈ છે. જેમાં ૩૪ ફૂટ જેટલો ઘટાડો નોંધાયો છે. જેના લીધે કિનારા અને બેટ ખુલ્લા થતા ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલ નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલતા દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા મહિસાગર જીલ્લાના જીવાદોરી સમાન તેમજ કડાણા ડેમમાં હાલ નહિવત જથ્થો જોવા મળી રહ્યો છે.   

2/12
image

જો આવનાર દિવસોમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો આગામી સમયમાં મહાજળ સંકટ સર્જાય તેવા એંધાણ સર્જાય રહ્યા છે, તો બીજી તરફ ડેમ કેચમેન્ટ વિસ્તારમાં જળ સપાટી ઉતરતા પાણીની વચ્ચે વચ્ચે આવેલ ડુંગરની ગુફામાં આવેલું ૮૫૦ વર્ષ જૂનું નદીનાથ મહાદેવ મંદિર આવેલ છે. જે ડેમના નિર્માણ દરમિયાન ડુંબાણમાં ગયું હતું, જે ચાલુ વર્ષે પણ ડેમની જળ સપાટી નીચી જતા મંદિરના દ્વાર ખુલ્લા થતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.   

3/12
image

એક લોકવાયકા મુજબ કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા મહી પુનમ ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. પરંતુ ત્યાર બાદ ડેમના નિર્માણ થતાં ગુફામાં આવેલ ભેકોટલીયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડૂબાણ મા જતા આઠસો પચાસ વર્ષ પુરાણું આ ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર 20 વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું.  

4/12
image

આ વર્ષે ફરી એક વાર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા. જ્યારે આ ગુફા મંદિરની ડોક્યુમેન્ટરી ફિલ્મ માહિતી ખાતામાં ઉપલબ્ઘ છે.  

Kadana Dam Mahadev Temple

5/12
image

gujarat famous temples

6/12
image

amarnath temple

7/12
image

8/12
image

9/12
image

10/12
image

11/12
image

12/12
image