અતુલ તિવારી/અમદાવાદ :વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યુ છે. અમદાવાદના ઘરે-ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે. સતત વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં રોગચાળો વધ્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા અચાનક વધારો જોવા મળ્યો. જુલાઈના 16 દિવસમાં જ amc ના ચોપડે પાણીજન્ય બીમારીના સેંકડો કેસ જોવા મળ્યાં છે. કમળાના 133, ટાઇફોઇડના 104, જ્યારે ઝાડાઉલ્ટીના 323 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધતા આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે. વિવિધ વિસ્તારોમાં ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસાની સીઝન શરૂ થતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસો વધ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મલેરીયા અને ચિકનગુનિયાનાં કેસો વધવાની શરૂઆત થઈ છે. આ વિશે ફિઝીશયન પ્રવીણ ગર્ગ જણાવે છે કે, પાણીજન્ય રોગોમાં ડાયેરિયા, ટાઈફોઇડ, કમળા, કોલેરાની ફરિયાદ સાથે દર્દીઓને સારવારની ફરજ પડી રહી છે. વરસાદમાં પાણી ભરાવવાને કારણે મચ્છરના બ્રીડિંગ થતા ડેન્ગ્યુ, મલેરિયાના કેસો વધ્યા છે. મલેરીયા અને ડેન્ગ્યુમાં તાવ આવે, શરીરમાં દુખાવો થાય તેવા લક્ષણો જોવા મળે છે.


આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતના 2 ફેમસ બીચ લોકો માટે બંધ કરાયા, વરસાદના એલર્ટ બાદ પગલા


ચોમાસામાં આટલુ જરૂર અનુસરો


  • આ કારણે ચોમાસાના કારણે અત્યારે ફાસ્ટફૂડ અને લારી ગલ્લા પર ખાતા પહેલા ચેતવું જોઈએ

  • સફાઈના અભાવને કારણે આ સીઝનમાં બહારનું જમવાથી બચવું જોઈએ

  • વરસાદી સિઝનમાં ગરમ અને પૌષ્ટિક ખોરાક લેવો


આ પણ વાંચો : કામ લઈને નીકળ્યા છો તો સાચવજો, આજે છે અતિભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો 


તેમણે કહ્યુ કે, આ વખતે ચોમાસાની સીઝનની શરૂઆતમાં શહેરમાં વાયરલ ઈન્ફેક્શનનાં કેસો પણ વધ્યા છે. શરીરમાં દુખાવો, શરદી, ઉધરસની ફરિયાદ સાથે દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. જો કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરી જરૂરી રિપોર્ટ કઢાવી સારવાર લેવા અમારી લોકોને સલાહ છે. ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ, કિડનીના જે દર્દીઓ હોય છે તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોમાં કમળા અને ડાયેરિયાનાં કેસો પણ વધ્યા છે.