ગુજરાત :કાળઝાળ ગરમી વરસે તેવા દિવસોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 42 અને 43 ડિગ્રીની વચ્ચે હવે વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પણ પડી રહ્યો છે. તો અનેક વિસ્તારોમાં ધૂળી ડમરીઓ ઉડવા લાગી ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં એક તરફ ગરમીથી રાહત તો મળી છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. જેને કારણે ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક વાદળો છવાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આગમી 16 એપ્રિલ સુધી રાજ્યમાં આ અસર જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photo : ચૂંટણીનો સૌથી મોટો ફાયદો થયો ખાદી ગ્રામોદ્યોગ, જાણો કેવી રીતે


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યની ગરમીમાં રાહત મળી છે. તો રાજ્યના વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સાથે જ સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 


[[{"fid":"210549","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MonsoonGuj.JPG","field_file_image_title_text[und][0][value]":"MonsoonGuj.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MonsoonGuj.JPG","field_file_image_title_text[und][0][value]":"MonsoonGuj.JPG"}},"link_text":false,"attributes":{"alt":"MonsoonGuj.JPG","title":"MonsoonGuj.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


ક્યાં ક્યાં વાતાવરણ બદલાયું


  • જામનગરના વાતાવરણમાં સવારથી જ પવનની ગતિ સાથે વાતાવરણમાં ફેરફાર થયો છે. પવનની ગતિને લઇને વાહન ચાલકોને પણ પરેશાની પડી હતી. 

  • મોરબી જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ જેવો માહોલ છવાયો છે. ચોમાસા જેવો ઠંડો ફેકવા લગાતા લોકોને ગરમીમાં રાહત મળી હતી.

  • ગાંધીધામ તથા કચ્છમાં પણ એકાએક હવામાન પલટાયુ છે. વાતાવરણ ધુંધળુ બની જતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ કચ્છમાં પવનનો મારો ઝીંકાયો છે. 


ચૂંટણી ટાંણે રાજસ્થાન બોર્ડર પાસેથી લાખોની ડુપ્લીકેટ નોટો પકડાઈ


દક્ષિણ ગુજરાતમાં રાત્રે વરસાદ
તાપીના સોનગઢ વિસ્તારમા સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો ગત રાત્રિએ વરસાદી છાંટા પણ પડ્યા હતા. ત્યારે આજે પણ આખા દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ, કેરીઓને પણ નુકશાન થઈ શકે છે. તાપી જિલ્લા વ્યારા, ડોલવણ, વાલોડ વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન વરસાદ પડ્યો હતો. તો નવસારીમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટો આવતા વાપી પંથકમાં મોડી સાંજે ધીમો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ આંબાવાડીના માલિકોમાં કમોસમી ચિંતાનું મોજુ છવાઈ ગયું છે.