ચૂંટણીનો સૌથી મોટો ફાયદો થયો ખાદી ગ્રામોદ્યોગોને, જાણો કેવી રીતે

ચૂંટણીની જાહેરાત બાદ અત્યાર સુધીમાં ખાદીના વેચાણમાં 25 ટકા જેટલો માતબર વધારો જોવા મળ્યો છે. કેટલો વધારો અને શા માટે લોકો ખાદી તરફ આકર્ષાઈ રહ્યાં છે તે જોઈએ. 

તૃષાર પટેલ/વડોદરા :લોકતંત્રના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણીમાં બીજા તબકકાનું મતદાન આગામી દિવસોમાં થશે. લોકસભાની ચૂંટણીની સાથે સાથે હાલમાં ઈલેક્શન માહોલ વચ્ચે ખાદીના વસ્ત્રોનું વેચાણ વધ્યું હોવાની બાબત સામે આવી છે. ખાદીના વસ્ત્રોની ખરીદી સામાન્ય રીતે રાજકીય પક્ષના નેતાઓ સહિત કાર્યકરો વધુ કરતાં હોય છે. ત્યારે વડોદરામાં ખાદીની ખરીદી કરવા માટે સામાન્ય નાગરિકો પણ ઉત્સાહિત બન્યા છે. ચૂંટણીની જાહેરાત બાદ અત્યાર સુધીમાં ખાદીના વેચાણમાં 25 ટકા જેટલો માતબર વધારો જોવા મળ્યો છે. કેટલો વધારો અને શા માટે લોકો ખાદી તરફ આકર્ષાઈ રહ્યાં છે તે જોઈએ. 

1/4
image

લોકતંત્રનાં મહાપર્વ એવાં લોકસભાની ચૂંટણી તબક્કાવાર યોજાઇ રહી છે. લોકસભાની ચૂંટણીની સાથે સાથે હાલમાં ઈલકેશન માહોલ વચ્ચે ખાદીના વસ્ત્રોનું વેચાણ વધ્યું છે. ચૂંટણીની જાહેરાત બાદ અત્યાર સુધીમાં ખાદીનાં વેચાણમાં 25 ટકા જેટલો વધારો થયો છે. સામાન્ય રીતે વર્ષમાં જ્યારે ખાદી પર મોટા પ્રમાણમાં વળતર મળતું હોય તેવા સંજોગોમાં સામાન્ય લોકો ખાદીનાં વસ્ત્રો અને ખાદીની ખરીદી કરતાં હોય છે. પરંતુ આ વખતે દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીની અસર કહો કે, ઉનાળાની ગરમીની અસર આ બંને વચ્ચે ખાદીના વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પ્રતિ દિવસ 30 હજારથી વધુની ખરીદી વડોદરા શહેરનાં રાવપુરા વિસ્તારમાં આવેલ ખાદી એમ્પોરિયમમાં જોવા મળી રહી છે. સવારથી ખાદીની વસ્તુઓની ખરીદી કરવા માટે રાજકીય પક્ષોનાં કાર્યકરો નેતાઓ સહિત સામાન્ય નાગરિકોની પડાપડી જોવાં મળે છે. 

2/4
image

ચૂંટણીની મોસમમાં ખાદીની ખરીદીમાં જોવાં મળી રહેલાં ઉત્સાહ જોઇને ખાદીની ખરીદી કરનાર લોકોને યોગ્ય અને જરૂરી વળતર પણ આપવામાં આવી રહ્યું છે. ગ્રામ વિકાસ સંસ્થા દ્વારા સંચાલિત ખાદી એમ્પોરિયમ ખાતે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ખાદી ખરીદવા માટે આવી રહ્યાં છે. 

3/4
image

ચૂંટણી હોવાથી રાજકીય નેતાઓ અને કાર્યકરો ખાદીનાં ઝભ્ભા, લેંઘા તેમજ કોટી સહિતનાં વસ્ત્રો ખરીદી રહ્યાં છે. ખાદીની ખરીદીમાં આવેલાં ઉછાળાથી સંચાલકો પણ ખુશ છે. તેઓ 23મીએ ગુજરાતમાં યોજાનાર ચૂંટણી સુધી આ પ્રકારનાં જ માહોલની આશા રાખી રહ્યાં છે.

4/4
image

આ વિશે ખાદી એમ્પોરિયમના મંત્રી ઓમકાર તિવારીએ કહ્યું કે, સામાન્ય રીતે મહાત્મા ગાંધીના જયંતીનાં સમયે કે પછી રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ખાદીની ખરીદીમાં ઉછાળો જોવા મળતો હોય છે. પરંતુ ચૂંટણીનાં માહોલ અને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો પણ ખાદીનાં વસ્ત્રો પહેરવાનું પસંદ કરી રહ્યાં છે.