Ambalal Patel Prediction : સાડા 6 કરોડ ગુજરાતીઓની આતુરતાનો અંત આવી ગયો છે. કારણ કે, ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. IMD એ જાહેરાત કરી કે, ગુજરાતના કેટલાક ભાગમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. સક્રિય રીતે ગુજરાતમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. તો સાથે જ મુંબઈમાં 18 CM, દિલ્લીમાં 5 CM વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ સારો વરસાદ રહેશે. આગામી 24 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્ર અને MPને ઘમરોળશે. ગુજરાતના આજે અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. તો લોકોને ગરમીથી રાહત મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. કેન્દ્ર બાદ ચોમાસાના આગમન અંગે ગુજરાતના હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો ગુજરાતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તો આગામી ત્રણ દિવસ ક્યા વરસાદ રહેશે તે જોઈએ. 


  • 25 જૂને વડોદરા,છોટા ઉદેપુર વલસાડ , દમન દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ 

  • 26 જૂને  સુરત , ભરૂચ , ગીર સોમનાથ માં ભારે વરસાદ

  • 27 જૂને ભારે થી અતિભારે વડોદરા માં રહેશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે

  • 28 જૂને ભારે થી અતિભારે સુરત માં રહેશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે


ગુજરાતમાં ચોમાસુ બેસ્યાની હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત કરાઈ છે. કેન્દ્રીય હવામાન વિભાગ બાદ ગુજરાત હવામાન વિભાગે આ જાહેરાત કરી છે. ચોમાસાના વિધિવત આગમન બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે. ચોમાસુ હાલ વેરાવળ અને ભાવનગર થી આણંદ લાઇન તરફ આગળ વધી રહ્યું છે. ચોમાસુ રાજ્યમાં 48 કલાકમાં વધુ પ્રોગ્રેસ કરશે. જે અંતર્ગત પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ રહેશે. પંચમહાલ. ખેડા. વડોદરા. આનંદ અને રાજકોટમાં ગત રોજ સૌથી વધુ 9 cm વરસાદ નોંધાયો